હિંદુ ધર્મમાં પ્રવર્તતી માન્યતાઓ અને રીતરસમના વૈવિધ્ય વિશેના સેમિનારનું બર્મિંગહામમાં તા. ૧૪-૪-૨૦૧૮ને શનિવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન આયોજન કરાયું છે. વૈવિધ્યમાં સંવાદિતાની શોધના આ સેમિનારમાં સૌ કોઈ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. આપણી જુદી જુદી માન્યતાઓ હોવા છતાં પણ આપણે એકબીજાને કેવી રીતે માન આપી શકીએ તેના વિશે ચર્ચા કરવામાં આવશે.
હિંદુ ધર્મમાં પોતાના સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતા ચાર નિષ્ણાત વક્તાની પેનલ આ ચર્ચામાં જોડાશે. તેમાં જગન્નાથજી કિર્તનાનંદ (ઈસ્કોન), દર્શનભાઈ પીઠડિયા (સ્વામીનારાયણ), સુબ્રતા ડે (અદ્વૈત વેદાંત) અને ડો. રમેશ પટ્ટણી (ચિન્મય મિશન)નો સમાવેશ થાય છે. આ સેમિનારનું આયોજન ચેરિટી સંસ્થા બર્મિંગહામ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા કરવામાં આવ્યું છે. સ્થળઃ શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ, ૧૦, સેમ્પસન રોડ, B11 1JL ખાતે આયોજન કરાયું છે. વધુ માહિતી માટે સંપર્ક. નીતિનભાઈ સોઢા 07973 114 192 અથવા ઈમેલ [email protected].

