બાળકોના શ્રેષ્ઠ મિત્ર બનતા પેરન્ટ્સ તેમને નુક્સાન પહોંચાડે છે

Wednesday 28th March 2018 07:49 EDT
 
 

લંડનઃ બાળકોના શ્રેષ્ઠ મિત્ર બનવાનો પ્રયાસ કરતા પેરન્ટ્સ તેમનું સારું કરવાને બદલે નુક્સાન પહોંચાડતા હોવાનું નેશનલ મેથેમેટિક્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. માર્ટિન સ્ટીફને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વધુ માતા અને પિતા ‘બડી સિન્ડ્રોમ’નો ભોગ બની રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે બાળકના વિકાસ માટે પેરન્ટ અને બાળક વચ્ચે અમુક સીમા હોય તે ખૂબ મહત્ત્વનું જરૂરી છે. તેને લીધે બાળકોમાં રોષની લાગણી પ્રગટશે પરંતુ તેનાથી તે સલામત પણ રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે બાળક સમયસર ઘરે ન આવે, ટીવી મૂવીઝમાં વધુ સમય ન બગાડે તેના માટે પેરન્ટ્સે તેને ટકોર કરવી જોઈએ. તેવી જ રીતે બાળકને જે પાર્ટીમાં જવાની ઈચ્છા હોય અને તેનું જ તેને આમંત્રણ ન મળે તેવા સંજોગોમાં પેરન્ટ્સે તેને ભેટીને સાંત્વન આપવું જોઈએ.

સ્ટીફને ઉમેર્યું હતું કે પેરન્ટ્સમાં છેલ્લાં થોડા વર્ષોમાં બાળકોનો કોઈ વાંક હોય તો પણ તેનો ઉંગ્ર બચાવ કરવાનું વલણ વધી ગયું છે.

મારું બાળક ખોટું કરે જ નહીં તેવું પેરન્ટ્સનું વલણ બાળકને પોતે જે ઈચ્છે તે કરવાનો પોતાનો હક હોવાનું અને તેમને જ તેનો અધિકાર હોવાનું માનતું કરી દે છે. બાળકોને કેટલીક વખત તેમની લડાઈ જાતે લડવા દેવી અને હારવા દેવી જોઈએ

ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ કાઉન્સિલના ચેરમેન બાર્નાબી લેનને જણાવ્યું હતું કે કેટલીક વખત પેરન્ટ્સ બાળકોના શ્રેષ્ઠ મિત્ર બનવાનો પ્રયાસ કરે છે. તેને લીધે તેમને વધુ ગેરલાભ થાય છે.


comments powered by Disqus