મોબાઇલ ફોન પર સેલ્ફી બાદ હવે વેલ્ફીનું વળગણ વધી રહ્યું છે. આ ઉપર થયેલા એક સંશોધન પ્રમાણે સ્ત્રીઓને વેલ્ફીનું વળગણ વધુ જોવા મળે છે. ખાસ કરીને સેલિબ્રિટીઝમાં 'વેલ્ફી'નો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વેલ્ફીનો સીધો સાદો અર્થ છે વીડિયો સેલ્ફી. છેલ્લા કેટલાક સમયથી કેટલીક સ્ત્રીઓ રીતસર પોતાના વિચિત્ર વીડિયો પણ પોસ્ટ કરવાનું ચૂકતી નથી. અનેક પ્રકારના મોબાઇલ એપ્સ દ્વારા વીડિયો એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ, વિવિધ ઓનલાઇન ક્લિપ સાથે મિક્સિંગ વગેરે સરળ બનતાં વેલ્ફીનો ક્રેઝ યુવતીઓમાં વધુ દેખાય છે.
જર્મનીએ વિકસાવેલું ડબ્સમાસથી લઈને નોર્મલ વીડિયો પોસ્ટ કરવામાં મહિલાઓ અગ્રેસર હોવાનું જણાય છે. ૧૯૨ દેશોના પાંચ કરોડથી વધુ લોકો ડબ્સમાસ ડાઉનલોડ કરી ચૂકયા છે, પણ એમાં મહિલાઓનું પ્રમાણ ઓછું જણાય છે. સ્માર્ટ ફોનથી વીડિયો લઈને તેને અપલોડ કરવામાં મહિલાઓને વધુ રસ પડે છે. એવું સંશોધનમાં જણાયું છે.
ભારતની અભિનેત્રીઓ સોનાક્ષી સિંહા અને રિચા ચઢ્ઢાથી લઈને સામાન્ય મહિલાઓને વેલ્ફીનું વળગણ દેખાઈ રહ્યું છે અને તેઓ દિવસમાં ઓછામાં ઓછા બે વીડિયો અપલોડ કરે છે. એક સંશોધન પ્રમાણે સામાન્ય રીતે નીતનવી રેસિપિના કે બ્યુટી ટ્રીટમેન્ટને લગતાં વીડિયો જોવાનું કે અપલોડ કરવાનું ભારતીય મહિલાઓ વધુ પસંદ કરે છે એવું તારણ પણ મળ્યું છે.

