રશિયામાં રનવે પર ૩ હજાર કિલો સોનું અને ડાયમંડ્સનો વરસાદ!

Wednesday 28th March 2018 07:41 EDT
 
 

મોસ્કોઃ શું તમે ક્યારેય સોનું, ડાયમંડ્સ, પ્લેટિનમ સહિતની કિંમતી ધાતુઓનો વરસાદ થતો જોયો છે? રશિયાના એક એરપોર્ટ પર એક-બે કિલો નહીં પણ પૂરું ૩૦૦૦ કિલો સોનું, ડાયમંડ્સ અને અન્ય કિંમતી ધાતુઓની ચીજવસ્તુઓનો વરસાદ થયો.
બન્યું એવું કે એક કાર્ગો પ્લેનનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને ખુલ્લા દરવાજા સાથે જ તેણે ટેક-ઓફ કર્યું. તેના કારણે પ્લેનમાંથી કિંમતી ધાતુઓનો ત્રીજા ભાગનો જથ્થો એરપોર્ટના રન-વે પર જ પડી ગયો હતો. સ્થાનિક અહેવાલો મુજબ આ ઘટના રશિયાના યાકુસ્ક એરપોર્ટની છે.
ટેક-ઓફ વખતે પ્લેનના પાંખિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે આમ બન્યું હોવાનું માનવામાં આવે છે. ઘટના અંગેની તસવીરો અને વીડિયો વાઇરલ સોશ્યલ મીડિયા પર પણ વાઈરલ થયા છે. ઘણા યુઝરે તો વળી રનવે પર પડેલી કિમતી ધાતુઓનો વીડિયો પણ શેર કર્યો છે. આ ઘટના કેવી રીતે બની તેનું સત્તાવાર કોઇ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
પ્લેનના દરવાજો ખુલ્લો હોવાની જાણ થતાં જ એરપોર્ટથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવાયું. પ્લેનના તમામ ક્રૂ મેમ્બર્સ તો સુરક્ષિત છે, પરંતુ સોનું તથા અન્ય કિંમતી ધાતુઓનો જેટલો જથ્થો પડી ગયો હતો તેમાંથી કેટલો પરત મળ્યો છે તેનો કોઈ આંકડો જાણી શકાયો નથી.


comments powered by Disqus