લેસ્ટર કરી એવોર્ડ્સના ઓર્ગેનાઈઝર્સ દ્વારા પ્રથમ નેશનલ સમોસા વીક

Wednesday 28th March 2018 06:56 EDT
 
 

લંડનઃ ચીઝ, ચોકલેટ અને પાઈ માટે રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થાય છે તેી રીતે હવે સમોસા માટે પણ કાર્યક્રમ યોજાશે. લેસ્ટર કરી એવોર્ડ્સના આયોજકો દ્વારા નેશનલ સમોસા વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૯ થી ૧૩ એપ્રિલ દરમિયાન યોજાનારા આ સપ્તાહમાં સૌ કોઈ સમોસાનો સ્વાદ માણે તેમ તેઓ ઈચ્છે છે. મીડલેન્ડ્સમાં લેસ્ટર, માન્ચેસ્ટર, કોવેન્ટ્રી અને નોટિંગહામશાયર અને હર્ટફર્ડશાયરમાં રેડલેટમાં આ વીક ઉજવાશે.

નાનું પણ મસાલેદાર બટાકા, ડુંગળી, વટાણા અને મીટના મસાલાથી પરંપરાગત રીતે ભરેલું સ્વાદિષ્ટ સમોસું એક સ્ટ્રીટ ફૂડ ડીશ છે. તા.૯ એપ્રિલને સોમવારે ચટણી આઈવી હાલ્ફર્ડ સ્ટ્રીટમાં આવેલી રેસ્ટોરાંની બહાર પોપ અપ શોપ શરૂ કરશે. જ્યાં તેઓ એક પાઉન્ડનું એક તાજું સમોસુ વેચશે. તે જ દિવસે લેસ્ટરશાયર પોલીસ દ્વારા પણ ફિલિપ્સ સેન્ટર ખાતે સાંજે ૫થી ૭ દરમિયાન એક જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું છે.

એકત્ર થયેલી રકમ લેસ્ટર કરી એવોર્ડ્સ ચેરિટી પાર્ટનરો લેંકેશાયર એક્શન ફોર મેન્ટલ હેલ્થ પ્રોજેક્ટ (LAMP) અને કેર ઓફ પોલીસ સર્વાઈવર્સ (COPS)ને અપાશે.

નેશનલ સમોસા વીક અને લેસ્ટર કરી એવોર્ડ્સના સ્થાપક રોમેલ ગુલઝારે જણાવ્યું હતું કે આ અઠવાડિયા દરમિયાન સમગ્ર યુકેના લોકો સમોસા ખરીદે અથવા તો તેમની જાતે સમોસા બનાવે અને અમારી નોમિનેટેડ ચેરિટીઝ માટે ભંડોળ ઉભું કરવા તે વેચી દે તેમ અમે ઈચ્છીએ છીએ. આપને સ્પર્ધા યોજવાનું મન થાય તો આપ શ્રેષ્ઠ સમોસા માટે ઈનામ રાખી શકો. અમે માનીએ છીએ કે આ ખરેખર કોઈક લોકપ્રિય બાબતની શરૂઆત બની શકે.

આમ તો સાઉથ એશિયન કોમ્યુનિટીમાં પ્રિય ત્રિકોણાકાર વ્યંજનનો ઉદભવ મીડલ ઈસ્ટમાં થયો હોવાનું અને મુસાફરી કરતા વેપારીઓ તે ખાતા હતા તેમ કહેવાય છે.

આ ઈવેન્ટના રાષ્ટ્રીય સ્તરે આયોજન માટે આયોજકો હાલ પાર્ટનરો શોધી રહ્યા છે. આ ઈવેન્ટને સપોર્ટ કરવાની આપની ઈચ્છા હોય તો 0845 500 5052 અથવા 07762114523 પર કોલ કરશો.


comments powered by Disqus