જોધપુરઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતના માતલી જિલ્લામાં ૨૫ માર્ચે ૫૦ પરિવારોના ૫૦૦ લોકોનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાયું હતું. આમાંથી મોટા ભાગનાએ એક સમયે ભારતમાં આશ્રય લીધો હતો, પરંતુ લોંગ ટર્મ વિઝા નહીં મળતાં તેમને પાકિસ્તાન પાછા ફરવું પડ્યું હતું. એક અખબારે આ ધર્મ પરિવર્તન કાર્યક્રમના આયોજનનો વીડિયો પાકિસ્તાનના હિન્દુ એક્ટિવિસ્ટ અને માનવાધિકાર સંગઠન સાથે સંકળાયેલા લોકો પાસેથી મેળવ્યો છે. તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે લોકો કલમા પઢી રહ્યા હતા તેમના ચહેરા પર ખુશી નહોતી. તે બાળકો અને પડદામાં બેઠેલી સ્ત્રીઓ સાથે મજબૂરીમાં ઇસ્લામ કબૂલ કરી રહ્યા હતા.

