સોનમ કપૂર અને તેના બિઝનેસમેન પ્રેમી આનંદ આહુજાએ જાહેરમાં તો ક્યારેય પ્રેમનો એકરાર કર્યો નથી, પણ બોલિવૂડમાં ચર્ચા છે કે સોનમ અને આનંદના ૧૧ કે ૧૨મી મેએ જિનિવામાં ડેસ્ટિનેશન વેડિંગ થશે. આમ તો લગ્ન જોધપુરમાં થવાની વાતો હતી, પણ સોનમ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ગઈ વખતે જિનિવા ગઇ હતી ત્યાં આ સ્થળ તેને લગ્ન માટે પસંદ પડી ગયું હતું.

