૯૦ના દાયકાની અભિનેત્રી પૂજા ડડવાલ હોસ્પિટલમાંઃ સલમાનની આર્થિક મદદ માગી

Friday 30th March 2018 07:16 EDT
 
 

ફિલ્મ ‘વીરગતિ’માં સલમાન ખાન સાથે અભિનય આપનારી પૂજા ડડવાલને ટીબીની બીમારી હોવાથી મુંબઈની શિવરી હોસ્પિટલમાં દાખલ છે. તેની પાસે એક કપ ચા પીવાના પણ પૈસા નથી તો હોસ્પિટલનું બિલ તો ક્યાંથી ચૂકવી શકે? પૂજાની બીમારીની જાણ થતાં જ તેના પરિવારે તેને ત્યજી દીધી છે. પૂજાએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ગોવામાં કેસીનો ચલાવીને ગુજરાન ચલાવતી હતી. છ મહિના પહેલાં જ મને ટીબી હોવાની જાણ થઇ હતી. એ પછી મેં આર્થિક મદદ માટે તરત જ સલમાન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. મેં તેની મદદ માગતો વીડિયો પણ બનાવ્યો છે આશા છે કે તે સલમાનના ધ્યાનમાં આવે!


comments powered by Disqus