એક્શન હીરો અક્ષયકુમારને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે પોતાની બાયોપિક બનાવવા અંગે શું વિચાર છે તો અક્ષયે કહ્યું કે મને મારી ઓટોબાયોગ્રાફીમાં જરાય રસ નથી. રીલ હીરો કરતાં રિયલ હીરોની બાયોપિક બનાવવી મને ગમશે. તાજેતરમાં અક્ષયની રિઅલ હીરો છે હિમા દાસ.
અક્ષયે કહ્યું કે, હું જાણું છું કે બોલિવૂડમાં બાયોપિક હિટ રહે છે. એનું તાજું ઉદાહરણ સંજય દત્તની બાયોપિક ‘સંજુ’ છે, પણ હું મારી બાયોપિક નહીં બનાવું કે ઓટોબાયોગ્રાફી પણ નહીં લખું. આપણા ઇતિહાસમાં ઘણી સારી સ્ટોરી છુપાયેલી છે, જેમાંથી એક તપન દાસ. મારી આગામી ફિલ્મ ‘ગોલ્ડ’નું પાત્ર. મેં અરુણાચલમ મુરુગનંથમના જીવન પરથી ‘પેડમેન’માં પણ કામ કર્યું છે. આ બન્ને વ્યક્તિઓએ ઇન્ડિયાને સાચી દિશામાં લઈ જવા માટે કામ કર્યું છે. હું મારી બાયોપિક બનાવું તો મારાથી મોટો કોઈ મૂર્ખ નહીં હોય. હું આ વિશે વિચારી પણ નથી શકતો.
અક્ષયે કહ્યું કે, આજકાલ મને બાયોપિક માટે નામ સૂઝે છે તે છે હિમા દાસ. તેની બાયોપિક બનાવવી છે કારણ કે તે એક ટ્રેક રનર છે. ભારતના એક ખૂણામાંથી રનિંગમાં ગોલ્ડ મેડલ જીતવો એ ખાવાના ખેલ નથી. ટ્રેક ઇવેન્ટમાં ઇન્ડિયા હજી પણ પાછળ છે અને હિમા દાસે ગોલ્ડ જીતી ઇતિહાસ સર્જ્યો છે.

