ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’નું શૂટનું શિડ્યુલ જૂનાગઢમાં ગોઠવાયું હતું. જોન પછી જેકીદાદાએ જૂનાગઢવાસીઓનું દિલ જીતી લીધું. જૂનાગઢની ગલીઓમાં પાકિસ્તાનનો સેટ ઊભો કરાયો હતો અને જેકીની વેનિટી વેન શૂટિંગ પોઈન્ટથી થોડી દૂર હતી. સમય ન બગડે એ માટે જેકીએ જૂનાગઢના જાહેર રસ્તે જ સીનની ડિમાન્ડ પ્રમાણે કપડાં બદલ્યાં હતાં. જોન અબ્રાહમની ફિલ્મ ‘રોમિયો અક્બર વોલ્ટર’નું શૂટિંગ જૂનાગઢના દાણાપીઠમાં જામ્યું હતું અને વરસાદની મોસમ પણ જામી છે. વારંવાર વરસાદ વચ્ચે કામ અટકે નહીં અને ધારણા મુજબ શૂટ પૂરું થાય તેથી જેકી શૂટિંગ પોઈન્ટ પર જ કપડાં ચેન્જ કરતો રહ્યો હતો. જોકે જેકી શર્ટ ચેન્જ કરતો હતો ત્યારે એક ફોટોગ્રાફર ફોટો પાડવા ગયો ત્યારે જેકી શ્રોફે રમૂજમાં રાડ પાડીને કહ્યું હતું કે, ‘ભીડુ શર્ટ સે આગે કોઈ ફોટો મત નિકાલના.’ જેકીએ કુલ ત્રણ ગેટ અપમાં શૂટ કર્યું હતું. ‘રો’થી જાણીતી આ ફિલ્મમાં જોન અબ્રાહમે કુલ સાત ગેટઅપમાં શૂટ કર્યું હતું.

