પ્રિયંકાએ શા માટે ‘ભારત’ને અલવિદા કરી?

Tuesday 31st July 2018 07:06 EDT
 
 

પ્રિયંકા ચોપરાએ પોતાના ૩૬મા જન્મદિને બોયફ્રેન્ડ અમેરિકન સિંગર નિક જોનસ સાથે સગપણ કરી લીધું હોવાની ચર્ચા છે. તેના હાથમાં એન્ગેજમેન્ટ રીંગ પણ દેખાઇ રહી છે. તે એરપોર્ટ પર હતી ત્યારે જ તસવીરકારોએ તેના હાથની આંગળીમાં ચમકતી ડાયમન્ડ રીંગનો ફોટો પાડી લીધો છે જે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. પ્રિયંકા ઓકટોબરમાં જ નિક સાથે લગ્ન કરે તેવી વાત બહાર આવી છે. જોકે આ વાતને કોઇ સમર્થન મળ્યું નથી. પ્રિયંકાએ સલમાનની ફિલ્મ ‘ભારત’માં એક્ટિંગ માટે ઇનકાર કરતાં સલમાન ખાન એક તરફ તેનાથી નારાજ લાગી ગયો છે ત્યારે બીજી તરફ પ્રિયંકાના લગ્નના સમાચાર એ સૂચવે છે કે તે બોલિવૂડમાં ઓછા પ્રોજેક્ટ કરવા માગે છે.
બોલિવૂડમાં ચર્ચા છે કે સલમાન ખાનની બિગ બજેટ ફિલ્મ ‘ભારત’ છોડવા પાછળ પ્રિયંકાનો આશય ભારત દેશ છોડીને વિદેશમાં સેટ થવાનો તો નહીં હોય ને? કારણ કે લાંબા સમય બાદ પ્રિયંકા અને સલમાન રૂપેરી પડદે દેખાવાના હતા, પરંતુ હવે વાત પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. કહેવાય છે કે આ ફિલ્મ છોડવાથી પ્રિયંકા અને સલમાન ખાનના સંબંધમાં પણ કડવાશ આવે તેવી વકી છે. સલમાન તેના આ નિર્ણયથી ભડકી ગયો છે.
પ્રિયંકાએ સોનાલી બોઝની ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંકની તૈયારી કરી રહી છે. હાલમાં જ રોય કપૂરે એક વીડિયો શેર કર્યો છે જેમાં પ્રિયંકા પોતાના સહકલાકાર અને દિગ્દર્શક સાથે નજરે ચડી રહી છે. આ વીડિયો લુક ટેસ્ટ દરમિયાનનો હોવાનું કહેવાય છે. સલમાને ‘ભારત’નું આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને પ્રિયંકા આવતા મહિને તેમાં જોડાવાની હતી. પ્રિયંકાના અચાનક નિર્ણયથી લોકોને નવાઇ લાગી છે. જોકે તેના સગપણ, લગ્ન અને ફિલ્મ ‘ભારત’ છોડવા વિશે કોઇ સત્તાવાર વાત બહાર આવી નથી.


comments powered by Disqus