રોમાન્સ કિંગ કહેવાતા શાહરુખ ખાનના ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મના સિગ્નેચર પોઝ પર સૌ ફિદા છે. તેથી જ આ સિગ્નેચર પોઝનો ઉપયોગ મુંબઈ પોલીસ ખાતાએ કર્યો છે. પોલીસે શાહરુખના આ પોઝનો ઉપયોગ રોમાન્સ માટે નહીં પણ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે કર્યો છે. વાહનચાલકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ પોઝનો ઉપયોગ થયો છે. શાહરુખના પોઝની એનિમેટેડ ઈમેજ બનાવાઈ છે અને તેના હાથમાં એક બોર્ડ મુકાયું છે. બોર્ડ પર લખ્યું છે કે ‘કૃપા કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો’. લોકોને આ પોઝ જોકે ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને આવતાં જતાં લોકો તે વાંચે પણ છે.

