પ્રિયંકાને પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્નમાં આમંત્રણ

Wednesday 02nd May 2018 06:35 EDT
 
 

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને બ્રિટિશ પ્રિન્સ હેરીનાં લગ્નમાં હાજરી આપવાનું આમત્રણ મળ્યું હોવાની ચર્ચા છે. લંડનથી પ્રગટ થતા ટેબ્લોઇડ અખબાર ડેઇલી મેલના એક રિપોર્ટ મુજબ ખુદ પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં આ સમાચારને સમર્થન આપ્યું હતું. એણે કહ્યું કે ખુદ મેગન માર્કલે મને આમંત્રિત કરી છે અને અમારી વચ્ચે બહુ આત્મીય સંબંધો છે. સેલેબ્રિટી મહેમાનોમાં મારો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૯મી મેએ પ્રિન્સ હેરી અને મેગનના લગ્ન છે. એમાં દુનિયાભરની સેલેબ્રિટિઝ હાજરી આપશે. પ્રિયંકાએે વધુમાં કહ્યું કે રોયલ ફેમિલિમાં લગ્ન હોવાથી હું આ પ્રસંગે પહેરી શકાય એવા પોશાકની તૈયારીમાં છું. હું એક અભિનેત્રી હોવા ઉપરાંત ભારતની પ્રતિનિધિ પણ કહેવાઉં એટલે મારે એે રીતે તૈયારી કરીને હાજરી આપવી પડે.
હાલ પ્રિયંકા અમેરિકામાં એની સુપરહિટ નીવડેલી એબીસી ટીવી ચેનલની સિરિયલ ‘ક્વોન્ટિકો’ની ત્રીજી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. ભારતમાં એણે અલી અબ્બાસ ઝફરની સુપર સ્ટાર સલમાન ખાનને ચમકાવતી ભારત ફિલ્મ સાઇન કરી હોવાનું કહેવાય છે. પ્રિન્સ હેરીનાં લગ્નમાં હાજરી આપનારી એ બોલિવૂડની કદાચ એકમાત્ર સેલેબ્રિટી હશે.


comments powered by Disqus