લંડનઃ આ વર્ષની મેસેરેટી ૧૦૦ યાદીમાં - FTSE 100 અને 250 સુધીની પ્રગતિ કરનારા સ્ટાર્ટ અપ્સ અને બીગીનર્સથી સ્થાપકો - આંત્રપ્રિનિયોર્સનો સમાવેશ કરાયો હતો. આ યાદી પહેલી વખત પબ્લિક નોમિનેશન માટે ખૂલ્લી મૂકાઈ હતી અને ઈનોવેશન પર વિશેષ ધ્યાન (પીપલ્સ ચોઈસ) અપાયું હતું. સમય બદલાય છે તેમ લોકો ઈનોવેશનને મુખ્ય ચિત્રના ભાગ તરીકે જોતા ન હોવાથી ઘણાં હતાશ થાય છે. આ યાદીમાં ૧૨ એશિયન મૂળના ઈનોવેટર્સનો સમાવેશ થાય છે.
પ્રેક્ટિકલ ગાઈડ ‘યસ, યુ કેન ઈનોવેટ’ના લેખિકા નાતાલિ ટર્નરે જણાવ્યું હતું, ‘આપણે ઈનોવેશનનું રહસ્ય ઉકેલવાનું છે. આ માત્ર રચનાત્મક થવાની વાત નથી. હકીકતે તો તે તૈયાર તકોને ઓળખી કાઢવાની અને યોગ્ય રોકાણ કરવાની તેમજ તેનો સારી રીતે અમલ કરાવી શકે તેવા લોકોને શોધી કાઢવાની વાત છે. પોતાના આઈડિયા પણ સફળ થઈ શકે છે તેમાં યોગદાન આપી શકાય તે હવે લોકોએ સમજવાની જરૂર છે. મેસેરેટી ૧૦૦નું આ ત્રીજું વર્ષ છે અને આંત્રપ્રિનિયોર્સે અર્થતંત્ર અને એકંદરે સમાજ પર ઉભી કરેલી સકારાત્મક
અસરના પ્રચાર-પ્રસાર માટે છે.
મનોજ બદાલે અને ચાર્લ્સ મીન્ડનહોલ, બ્લેનહેમ, ચાલ્કોટ
૫૦ વર્ષીય બદાલે અને મીન્ડનહોલ (૪૬) છેલ્લા ૨૦ વર્ષથી ડિજિટલ સાહસો કરી રહ્યા છે. લંડન સ્થિત આંશિક પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ અને આંશિક ઈન્ક્યુબેટર બ્લેનહેમ ચાલ્કોટે ૪૦ કંપનીમાં રોકામ કર્યું છે.
કેરોલ કેન અને મેહમુદ કામાણી, બુહુડોટકોમ
૫૩ વર્ષીય કામાણી અને ૫૧ વર્ષીય કાને ૨૫ વર્ષથી નીચેના ઓનલાઈન શોપર્સને પોતાના લેબલની ફાસ્ટ ફેશન આઈટમ્સ વેચે છે. તેમણે ૨૦૧૪માં માન્ચેસ્ટરમાં તેની સ્થાપના કરી હતી અને ગયા વર્ષે તેનું વેચાણ સૌથી વધુ ૨૮૦ મિલિયન પાઉન્ડ પર પહંચ્યુ હતું
નીશા કેટોના, મૌગલી
બે દાયકા સુધી બેરિસ્ટર તરીકે કામ કર્યા બાદ કેટોનાએ ચાર વર્ષ અગાઉ લીવરપુલમાં ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ રેસ્ટોરાંની ચેઈન ‘મૌગલી’ શરૂ કરી. તેની પાંચ રેસ્ટોરાં છે અને છઠ્ઠી આ વર્ષે લીડ્સમાં ખૂલશે.
રિશી ખોસલા અને જોએલ પર્લમેન, ઓકનોર્થ બેંક
૪૨ વર્ષીય ખોસલા અને ૪૩ વર્ષીય પર્લમેનએ ઝડપથી વિકસતા બિઝનેસને ૫૦૦,૦૦૦થી ૨૫ મિલિયન પાઉન્ડ સુધીની લોન આપવા લંડનમાં તેમની બેંક સ્થાપી હતી. આ જોડી ખર્ચમાં ખૂબ કરકસર કરે છે. તેમણે બીજા વર્ષમાં જ ૮૫૦ મિલિયન પાઉન્ડની લોન આપીને ૧૦.૬ મિલિયન પાઉન્ડનો પ્રિ-ટેક્સ પ્રોફિટ નોંધાવ્યો હતો.
હર્મન નરુલા, ઈમ્પ્રોબેબલ
૩૦ વર્ષીય કોમ્પ્યુટર ગેમના રસિયા નરુલાએ ૨૦૧૨માં તેમના કેમ્બ્રીજના મિત્ર સાથે મળીને ‘ઈમ્પ્રોબેબલ’ની સ્થાપના કરી.તેમણે ગેમ્સ ડેવલપર્સ માટે સિમ્યુલેશન્સ માટે પ્લેટફોર્મ ઉભું કર્યું. ૧ બિલિયન ડોલરના મૂલ્યની ‘યુનિકોર્ન’ બનાવવા માટે તેમણે સોફ્ટબેંક પાસેથી ૫૦૦ મિલિયન લીધા હતા.
જોશ રાઠોડ, યુનિડેઝ
૩૫ વર્ષીય રાઠોડે વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડ્સ દ્વારા ઓફર કરતા ચોક્કસ ડિસ્કાઉન્ટમાં મદદરૂપ થવા ૨૦૧૧માં ઓનલાઈન આઈડેન્ટિફિકેશન કંપની શરૂ કરી. એક વર્ષ બાદ તે ફેશન રિટેલર આસોસ સાથે જોડાયા અને હાલ તેમનું એપલ અને નાઈક જેવી બ્રાન્ડ્સ સાથે છે. યુનિડેઝ પર ૧૦ મિલિયન વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
ગોર્ડન સંઘેરા, ઓકસફર્ડ નેનોપોર
૫૭ વર્ષીય સંઘેરાએ મેડિસેન્સમાં સફળ કારકિર્દી બાદ ઓક્સફર્ડ નેનોપોરની સ્થાપના કરી હતી. તેમણે ગણતરીની મિનિટોમાં જનીનને સિક્વન્સમાં મૂકવા માટે સમગ્ર દુનિયામાં ઉપયોગી હાથમાં રાખી શકાય તેવું સાધન વિક્સાવ્યું હતું.
મનદીપસિંઘ અને એલેક્સ લોઈઝુ, ટ્રૌવા
૩૪ વર્ષીય સિંઘ અને ૩૦ વર્ષીય લોઈઝુએ બ્રિટનના ૩૫૦થી વધુ બુટિક્સની ચીજવસ્તુનું પ્રમોશન અને ડિલિવરી કરતું ઓનલાઈન માર્કેટપ્લેસ ઉભું કર્યું હતું. તેમાં ૭૫,૦૦૦થી વધુ પ્રોડક્ટની યાદી છે અને ગયા વર્ષે તેણે ૭.૬ મિલિયન પાઉન્ડની આવક કરી હતી.
સંજય વાડેરા, ધ ફ્રેગરન્સ શોપ
માન્ચેસ્ટર ખાતે સ્થાયી ૫૦ વર્ષીય વાડેરાએ ૨૦૦૬માં ફ્રેગરન્સ શોપ ખરીદી હતી અને તે યુકેની સૌથી મોટી સ્વતંત્ર પર્ફ્યુમ રિટેલર બની હતી. તેના ૨૦૦થી વધુ સ્ટોર છે અને ગયા વર્ષે ૧૧૨ મિલિયન પાઉન્ડથી વધુનું વેચાણ નોંધાવ્યું હતું.
અઝમત યુસુફ, સિટીમેપર
પાકિસ્તાનમાં જન્મેલા ૩૮ વર્ષીય યુસુફે અપ ટુ ધ મિનિટ ડેટાના ઉપયોગથી મુસાફરોને પબ્લિક ટ્રાન્સોર્ટ દ્વારા સૌથી કિફાયતી રૂટની ગણતરી માટેનું એપ વિક્સાવ્યું છે.
પીપલ્સ ચોઈસ
અબ્બાસ કાઝમી, કોલેજિયેટ કેપિટલ
૨૬ વર્ષીય બ્લેકરોકના ભૂતપૂર્વ એસેટ મેનેજર કાઝમીએ વેન્ચર કેપિટાલીઝમમાં જોડાવા માટે તે છોડી હતી. તેમની લંડનની કંપનીએ ૭૦ મિલિયન પાઉન્ડ ઉભા કર્યા છે અને તે ફાઈનાન્સિયલ ટેક્નોલોજી, સાઈબર સિક્યુરિટી અને એનર્જી સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરે છે.
અનિલ સ્ટોકર માર્કેટઈન્વોઈસ
૩૪ વર્ષીય સ્ટોકરે ૨ બિલિયન પાઉન્ડ જેટલું ફંડિંગ ૫૦૦થી વધુ નાના બિઝનેસીસને પૂરું પાડ્યું હતું. તેનું ટર્નઓવર ૫ મિલિયન પાઉન્ડ છે.

