ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે યુકેના ટૂર આયોજકોમાં ટોચનું સ્થાન ધરાવનાર શિવમ ટૂર્સ દ્વારા આગામી ૨૩ જૂન ૨૦૧૮ થી ૧૪ જુલાઈ ૨૦૧૮ દરમિયાન ભારતના પવિત્ર યાત્રાધામ અમરનાથ અને ચારધામના ૨૨ દિવસના પ્રવાસનું આયોજન કરાયું છે. શિવમ ટૂર્સ દ્વારા અમરનાથમાં સ્વયંભૂ બરફથી બનતા શિવલિંગના દર્શન, કૈલાસ માનસરોવર, ૧૨ જ્યોતિર્લિંગ તથા દક્ષિણ ભારતના કેરાલા અને શ્રીલંકા તથા કેરેબિયન ક્રૂઝના પ્રવાસનું પણ નિયમિતપણે સફળ આયોજન કરવામાં આવે છે.
૨૫ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા અશોકભાઈ જોગિઆની આ શિવમ ટૂર્સની સ્થાપના લેસ્ટર ખાતે ૧૯૯૦માં થઈ હતી. ભારતીય ઉપખંડની આસપાસ આવેલા તીર્થ સ્થળોની રિલીજીયસ ટૂરનું આયોજન કરવું એ તેની ખાસ વિશેષતા છે. યાત્રિકોને પ્રવાસ દરમિયાન શેની અને કેવી જરૂરિયાત હોય છે તેનો અશોકભાઈને સવિશેષ ખ્યાલ હોય છે. શિવમ ટૂર્સ દ્વારા અત્યાર સુધી આયોજિત સંપૂર્ણ સુવિધાસભર સફળ ટૂરનો યુકેના હજારો યાત્રિકોએ લાભ લઈને સંતોષની લાગણી અનુભવી છે. અશોકભાઈ જણાવે છે, ‘ અમારા અનુભવી અને વિવેકી ટૂર મેનેજરોએ પ્રવાસ દરમિયાન તેમને આપેલી સુવિધા અને વ્યક્તિગત સંભાળથી તેઓ અત્યંત સંતુષ્ટ અને ખુશ છે. તેમના માટે અમારી સાથેનો પ્રવાસ જીવનનું એક યાદગાર સંભારણું બની ગયો છે.’
યાત્રા દરમિયાન પ્રવાસીઓને અનુભવી ગાઈડ્સ દ્વારા જોવાલાયક સ્થળો, પ્રાકૃતિક સ્થળો અને આહલાદક યાત્રા સ્થળોની ટૂરનું આયોજન બેનમૂન હોય છે.
સામાન્ય રીતે અમરનાથ અને ચારધામની યાત્રા કપરી ગણાય છે. પરંતુ, અમારા અનુભવી ટૂર મેનેજરો આપની પૂરી કાળજી લઈને આપના પ્રવાસને સુખદ બનાવશે
માત્ર ૧,૭૯૯ પાઉન્ડના ખર્ચના ૨૨ દિવસના આ પ્રવાસમાં લંડન-દિલ્હી-લંડનનું વિમાનભાડું તેમજ અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટરના ભાડાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, ૪ સ્ટાર હોટલમાં ઉતારો, બ્રેકફાસ્ટ, લંચ-ડીનર સાથે મીનરલ વોટરનો સમાવેશ થાય છે.
નિરાશાથી બચવા પ્રવાસમાં જોડાવા માટે સંપર્ક. ટે.નં 01162 123 157 અથવા મોબાઈલ 07515 253 973

