સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા યુકેની મુલાકાતે

Friday 27th April 2018 02:57 EDT
 
 

રાજકોટ જ નહીં ગુજરાત અને વિશ્વના અનેક દેશમાં જેમના સેવા કાર્યોની સુવાસ ફેલાયેલી છે એ સરગમ ક્લબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા આગામી ૫ મેથી ૨૦ મે સુધી યુકેના પ્રવાસે આવી રહ્યા છે. 

સરગમ ક્લબ ભારતની એક માત્ર સંસ્થા છે જે ૨૦ હજારથી વધુ સભ્યો ધરાવે છે. સરગમ ક્લબ છેલ્લા ૩૬ વર્ષથી વિવિધ ક્ષેત્રે સેવા કાર્ય કરતી સામાજિક સંસ્થા છે અને તેના નેજા હેઠળ ૪૦ જેટલી વિવિધ પ્રવૃતિઓ ચાલે છે.

સરગમ ક્લબના સેવા કાર્યો ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહ્યા છે. સરગમ ક્લબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્મિત ઇન્ડોર સ્ટેડિયમ અને રામનાથપરા મુક્તિધામનું સંચાલન કરે છે એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા નિર્મિત હેમુ ગઢવી નાટય ગૃહનું સંચાલન પણ કરે છે.

આ ઉપરાંત ક્લબ મહિલા અને બાળ લાઈબ્રેરી, લેડીઝ હેલ્થ ક્લબ, જયપુર ફુટ કેમ્પ, રાહત દરના દવાખાના, લેબોરેટરી વગેરેનું સંચાલન પણ કરે છે. સરગમ ક્લબ દ્વારા સિનિયર સિટીઝન પાર્કનું સંચાલન પણ કરવામાં આવે છે અને જાહેર જનતા માટે વિવિધ મનોરંજન કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.

લંડનમાં ગુણવંતભાઈનો સંપર્ક 07440 234 500 ઉપર થઈ શકશે.


comments powered by Disqus