બાબોઃ મમ્મી, ગાંધીજીના માથે વાળ કેમ નહોતા?
મમ્મીઃ કારણ કે એ હંમેશા સાચું જ બોલતા હતા.
બાબોઃ અચ્છા, હવે સમજ પડી કે, બધી મમ્મીઓને માથે લાંબા વાળ કેમ હોય છે!
•
આજ કે જમાને મેં 'સર ઉઠા કે' વહી ચલ સકતા હૈ ...
... જીસ કે પાસ સ્માર્ટ ફોન નહીં હૈ!
•
લલ્લુઃ યાર, મારી બૈરીનો ભારે ત્રાસ છે. હું કાંઇ પણ બોલું, ઇ મારી હારે ઝગડો કરે છે...
બલ્લુઃ ઇ તો કાંઇ નથી. મારાવાળી તો હું કાંઇ નો બોલું તોય ઝગડો કરે છે...
•
સ્કૂલમાં ચમન અને રમણ વચ્ચે લડાઈ થઈ. રમણે ચમનને ખૂબ માર્યો.
સાહેબે પૂછ્યુંઃ રમણ, તે ચમનને આવી રીતે શા માટે માર્યો?
રમણે કહ્યુંઃ સાહેબ! એમણે મને ચાર દિવસ પહેલા ગેંડો કહ્યો હતો.
ચમને કહ્યુંઃ સાહેબ, એ વાત તો ચાર દિવસ પહેલાની છે. આજે મેં ક્યાં કઈ કહ્યું છે?
સાહેબે કહ્યુંઃ હા રમણ, એ વાતને જ્યારે ચાર - ચાર દિવસ થઈ ગયા અને વાત પણ ભૂલાઈ ગઈ ત્યારે તારે આજે એને મારવાની શી જરૂર હતી?
રમણે કહ્યુંઃ હતી, કારણ કે મેં ગેંડાને આજે જ જોયો.
•
ચંગુ નવો નવો ફાયર બ્રિગેડની નોકરીએ લાગ્યો. નવી નોકરી હતી એટલે તે પૂરી નિષ્ઠાથી કામ કરતો હતો જેથી ઉપરી પર સારો પ્રભાવ પડે.
એવામાં એક ઈમર્જન્સી કોલ આવ્યો. ફોન પર એક મહિલા ડરેલી હતી.
મહિલાઃ સાહેબ, અમારા ઘરમાં આગ લાગી છે. તમે જલ્દી આવો.
ચંગુઃ શું વાત કરો છો? જલ્દી પાણી નાંખો.
મહિલાઃ પાણી નાખ્યું, પણ આગ નથી બુઝાતી.
ચંગુઃ અચ્છા, તો પછી અમે આવીને શું કરીશું? અમે પણ પાણી જ નાખવાના હતા.
•
ચંપાઃ તમને મારામાં શું વધુ ગમ્યું? મારો સુંદર ચહેરો કે મારું દિમાગ?
ચંગુ (હસતાં-હસતાં)ઃ તારી મજાક કરવાની ટેવ.
•
એક મોહલ્લામાં એક પાટિયા પર લખ્યું હતું ઃ
યહાં ખૂદા હૈ
વહાં ખૂદા હૈ
આસપાસ ભી
ખૂદા હી ખૂદા હૈ
જહાં ખૂદા નહીં હૈ...
વહાં કલ ખૂદેગા!
(જનહિત મેં જારી) - મહાનગરપાલિકા
•
એક દિવસ ચિંટુ સ્કૂલમાં ગધેડો લઈને ગયો.
સ્કૂલના બધા છોકરાઓ ગધેડાને જોઈને ચોંકી ગયા. તેના ક્લાસમાં પણ ગધેડો સાથે હતો. ટીચર પણ આ જોઈને ચોંકી ગયા.
ટીચરઃ આ શું છે? ગધેડો શેના માટે લાવ્યો છે?
ચિંટુઃ તમારા માટે.
ટીચરઃ મારા માટે? કહેવા શું માગે છે?
ચિંટુઃ શું ટીચર તમે ભૂલી જાઓ છો. ગઈ કાલે તો તમે કહ્યું હતું કે તમે ભલ ભલા ગધેડાને માણસ બનાવી શકો એમ છો. આ લો ગધેડો. બનાવો આને માણસ તો તમને ટીચર માનું.
•
ચંગુ પોતાની ગર્લફ્રેન્ડ ચંપાને એક રેસ્ટોરાં-કમ-બારમાં લઈ ગયો.
ચંગુઃ આઈ લવ યુ...
ચંપાઃ આ તું બોલી રહ્યો છે કે તારા ગ્લાસમાં રહેલો દારૂ બોલી રહ્યો છે?
ચંગુઃ આ હું મારા ગ્લાસમાં રહેલા દારૂને કહી રહ્યો છું.
