• કૌભાંડ ક્યારે બહાર આવ્યું? રૂ. ૧.૭૬ લાખ કરોડનું આ કૌભાંડ ૨૦૧૦માં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (‘કેગ’)ના રિપોર્ટ પછી બહાર આવ્યું હતું.
• ટ્રાયલ ક્યારે શરૂ થઈ?ઃ ટૂ-જી મામલે ૬ વર્ષ પહેલાં કેસ ૨૦૧૧માં શરૂ થયો હતો. કોર્ટે આ કેસમાં ૧૭ આરોપીઓ પર આરોપો લગાવ્યા હતા.
•‘કેગ’ના રિપોર્ટમાં શું હતું? રિપોર્ટમાં જણાવાયુ હતું કે ટૂ-જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં હરાજી કરાઇ ન હતી, આનાથી દેશને રૂ. ૧.૭૬ લાખ કરોડનું નુકસાન થયું હતું.
• સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સુપ્રીમ કોર્ટે ટૂ-જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં દુરુપયોગની ફરિયાદ બાદ ફેબ્રુઆરી ૨૦૧૨માં ટેલિકોમ કંપનીઓનાં ૧૨૨ લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં.
• સીબીઆઇ કોર્ટનો ચુકાદોઃ ૨૧ ડિસેમ્બરે સીબીઆઈ કોર્ટે ટૂ-જી કેસમાં રાજા અને કનિમોઝી સહિત તમામને નિર્દોષ છોડી મૂક્યા.

