સામગ્રીઃ મિક્સ દાણા (તુવેર, વટાણા, વાલ) ૧ બાઉલ • મેથીની ભાજી ૧ કપ • લીલું લસણ ૧ કપ • લીલાં મરચાં ૩થી ૪ નંગ • આદુ ૧ ટુકડો • લીંબુનો રસ ૧ ટી સ્પુન • દળેલી ખાંડ અડધી ચમચી • તેલ ૩થી ૪ ટી સ્પુન • ટામેટાંની પ્યુરી અડધો કપ • પંજાબી મસાલો અડધી ચમચી • ગરમ મસાલો અડધી ચમચી
(મુઠિયા બનાવવા માટે) ચણાનો લોટ અડધો કપ • ઘઉંનો લોટ અડધી ચમચી • મીઠું ટેસ્ટ મુજબ • લીંબુનો રસ અડધી ચમચી • ખાંડ અડધી ચમચી • તેલ અડધી ચમચી • મેથીની ભાજી અડધો કપ
રીતઃ (મુઠિયા બનાવવા માટે) એક બાઉલમાં ચણાનો અને ઘઉંનો લોટ લઇને એક ચમચી તેલમાં મિક્સ કરો. આ લોટને ૫-૭ મિનિટ પેનમાં શેકી લો. હવે ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં મેથીની ભાજી, મીઠું, ખાંડ, લીંબુનો રસ, લસણ-મરચાની પેસ્ટ લઈ બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી લઈને નાની સાઈઝના ગોળ મુઠિયા વાળી લો. મુઠિયાને ૧૦ મિનિટ રેસ્ટ આપી ગરમ તેલમાં તળી લો. આ પછી કૂકરમાં તેલ ગરમ કરીને તેમાં લીલાં મરચાં, લીલું લસણ સાંતળી તેમાં ટામેટાંની પ્યુરી ઉમેરીને પાંચ મિનિટ થવા દો. ત્યારબાદ મિક્સ દાણા ઉમેરી તેમાં મીઠું, ગરમ મસાલો, પંજાબી મસાલો અને તૈયાર કરેલા મુઠિયા ઉમેરી ૨ કપ પાણી ઉમેરી ૩ સીટી વગાડી દેવી. એકદમ ગ્રીન સબજી તૈયાર છે.

