શિવસેના સર્વેસર્વા સ્વ. બાલાસાહેબ ઠાકરેનું જીવન કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નહોતું. તેથી જ ફિલ્મ નિર્માતાઓએ બાલાસાહેબથી પ્રેરિત પાત્રો કેટલીક ફિલ્મોમાં લીધાં છે તેવું કહેવાય છે. અમિતાભ બચ્ચન દ્વારા ભજવાયેલું ફિલ્મ ‘સરકાર’નું પાત્ર પણ બાલાસાહેબના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. જોકે બાલાસાહેબ ઠાકરે પર અત્યાર સુધીમાં બાયોપિક બની નથી, પણ હવે બાલાસાહેબના જીવન પરથી એક ફિલ્મ બનવા જઈ રહી હોવાનું કહેવાય છે. જેમાં નવાઝુદ્દીન મુખ્ય ભૂમિકામાં દેખાશે. જેનું નિર્દેશન અભિજીત પણસે કરશે. એવા અહેવાલ છે.

