અમિતાભ બચ્ચન જુહુ બીચની સફાઇમાં ઘણા સમયથી રસ લઇ રહ્યા છે. તેમણે સફાઇ કરનારાઓનો ઉત્સાહ વધારવા માટે બે જેસીબી મશીન સફાઈ માટે ભેટ આપ્યા છે. આ વાત તેમણે ટ્વિટર પર જણાવી છે. ‘કોઇને કાંઇ આપવાથી મળતી ખુશીનો મને સુખદ અનુભવ થયો છે. મેં એક સારા કામ માટે યોગદાન આપ્યું છે,’ તેમ પીઢ અભિનેતાએ ટ્વિટ કર્યું હતું. આ સાથે તેમણે બે તસવીરો પણ મૂકી હતી જેમાં લોકોની ભીડ વચ્ચે નવા મશીન સાથે અમિતાભ બચ્ચન દેખાય છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એક અઠવાડિયા માટે જુહુ બીચની સફાઇનું કામ રોકવામાં આવ્યું હતું. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરેએ ફરી આ કામ શરૂ કરાવ્યું હતું. જુહુ બીચની સફાઇનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

