કેપટાઉનઃ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પાંચ જાન્યુઆરીથી ભારત સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ૧૫ ખેલાડીની ટીમ જાહેર કરી છે. પ્રથમ ટેસ્ટ કેપટાઉનમાં રમાશે.
આ ટેસ્ટ મેચ માટે સાઉથ આફ્રિકાએ ટીમમાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને બેટ્સમેન એબી ડી વિલિયર્સને સામેલ કર્યા છે. આ બંને ખેલાડીઓ ઇજા બાદ લાંબા સમયે ટીમમાં પરત ફર્યા છે. તો સ્પિનરોમાં કેશવ મહારાજને સ્થાન આપ્યું છે, જેણે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટમાં બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. ઓલ-રાઉન્ડર ક્રિસ મોરીસે પણ ઇજા બાદ ટીમમાં પુનરાગમન કર્યું છે. ડુ પ્લેસિસ એબી ડી વિલિયર્સ પાસેથી કેપ્ટનશિપ પરત મેળવશે.
સાઉથ આફ્રિકા ટીમ: ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ટેમ્બા બવુમા, ક્વિન્ટન ડી કોક, ડી બ્રુઇન, ડી વિલિયર્સ, ડીન એલ્ગર, કેશવ મહારાજ, માર્કરામ, મોર્કેલ, ક્રિસ મોરીસ, ફેલુકવાયો, વેર્નોન ફિલાન્ડર, કાગિસો રબાદા અને ડેલ સ્ટેન.

