વિદર્ભે નવા વર્ષના પ્રથમ દિવસે સાત વખતના રણજી ચેમ્પિયન દિલ્હીને નવ વિકેટે હરાવી રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું છે. વિદર્ભે પ્રથમ ઇનિંગ્સમાં ૫૪૭ રનનો વિશાળ સ્કોર બનાવ્યા પછી દિલ્હીને બીજા દાવમાં ૨૮૦ રનમાં ઓલઆઉટ કર્યું હતું. વિદર્ભે ૨૯ રનનો વિજયી લક્ષ્યાંક એક વિકેટે હાંસલ કર્યો હતો. સંજય રામાસ્વામી ૯ અને વસીમ જાફર ૧૭ રને અણનમ રહ્યા હતા. ફાઇનલમાં હેટ્રિક સહિત ૮ વિકેટ ઝડપનાર રજનીશ ગુરુબાનીને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

