સંસ્થા સમાચાર તા. ૬-૧-૨૦૧૮

Tuesday 02nd January 2018 15:24 EST
 

• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦, રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.). વેબસાઈટઃ WWW.LRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000.
• દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અને લંડનના ડે લૂઇસ PLCના સ્વ. શ્રી કિરીટભાઇના સ્મરણાર્થે શ્રી જે.સી. પટેલ, મીનલબેન, નલિનીબેન અને કુટુંબીજનો તરફથી એન. આર, દોશી આઇ હોસ્પીટલ, નવા બસ સ્ટેશન પાસે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે તા. ૨૦-૧-૧૮ થી તા.૨૭-૧-૧૮ સુધી મેગા આઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દેશ-વિદેશના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે. વિના મૂલ્યે નિદાન, સારવાર અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ થશે. ૧૦થી ૧૫ જાન્યુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનારને પ્રાથમિકતા મળશે.
સંપર્ક: ૭૬૦૦૪ ૪૦૦૨૨ / ૦૨૮૨૮ ૨૨૨ ૦૮૨ -
વેબસાઇટ: . devdaya.org.uk
• પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન તા. ૭-૧-૧૮ રવિવાર સવારના ૧૧-૦૦થી ૫-૦૦ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, HA1 3UJ ખાતે થશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી (દુબઇ) અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
• ચિન્મય મિશન દ્વારા 'ગીતા ઇન એવરી હોમ' કાર્યક્રમ અંતર્ગત આપના ઘરે, અોફિસમાં કે સંગઠનમાં જો ગીતાજી વિષે પ્રવચન રાખવું હોય તો ચિન્મય મિશનના રેસિડેન્ટ આચાર્ય શ્રીપ્રિયા ચૈતન્ય પ્રવચનનો લાભ આપશે. સંપર્ક: [email protected] * તા. ૧૨ જાન્યુઆરીથી દર શુક્રવારે સાંજે ૭થી ૮, બેક્ષ્લી હીથ, કેન્ટ ખાતે વેદાંતા ક્લાસીસ 'કિન્ડલ લાઇફ'નું આયોજન થશે. સંપર્ક: દીપીકા 07595 884 948. * ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે રવિવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન સ્વરાંજલિ ભજન થશે. સંપર્ક: 07738 176 932.


comments powered by Disqus