તહેવારોની આ મોસમમાં ફૂડ એલર્જીથી બચો

- રુપાંજના દત્તા Wednesday 03rd October 2018 06:47 EDT
 

તહેવારોની આ મોસમમાં ઉજવણીનું એક ખૂબ મહત્ત્વનું પાસું છે આપની પ્રિય મીઠાઈઓ સાથે આપને અપાતું પ્રસાદનું આકર્ષક બોક્સ. એશિયનોમાટે પ્રસાદના બોક્સમાં રેહલી વસ્તુઓ ખૂબ પવિત્ર હોય છે અને તેમાં શું છે તેના વિશે આપણે ઘણી વખત પ્રશ્ર પૂછતા નથી. ઉજવણી દરમિયાન આપણે તેના દુઃખદ પરિણામ આવશે તેવું વિચારતા નથી. પરંતુ, બાળકોને અથવા મોટાને તે આપતા પહેલા પ્રસાદની સામગ્રીની ચકાસણી કરી લેવું હિતાવહ છે.

આપણે જામીએ છીએ કે જેમને ફૂડ એલર્જી હોય છે તેમને બહાર ખાવું તે એક દુઃખદ અનુભવ બની શકે. તેથી એલર્જી ધરાવતા લોકોની સરળતાના ઉદેશથી તેઓ બહાર સલામત ભોજન લઈ શકે તે માટે ૨૦૧૪માં નવો કાયદો લવાયો હતો.

હાલની ગાઈડલાઈન્સ હેઠળ ટેક અવે અને રેસ્ટોરન્ટ્સે ગ્રાહકને ૧૪ વસ્તુઓની ગંભીર એલર્જી છે કે નહીં તે જાણવું જરૂરી છે. જોકે, યુકેના ફૂડ રેગ્યુલેશન્સ ૨૦૧૪ મુજબ તાજા બનાવેલા અને અગાઉથી પેક ન કરાયેલા ફૂડને અલગથી લેબલિંગ કરવાની જરૂર નથી.


comments powered by Disqus