માફી નહીં, રોકડ વળતર પણ આપવા બ્લડ કૌભાંડ પીડિતોની માંગ

Wednesday 03rd October 2018 10:34 EDT
 
 

લંડનઃ ચેપગ્રસ્ત NHS બ્લડ કૌભાંડની ઘટનાની તપાસની વડા પ્રધાન થેરેસા મેએ કરેલી જાહેરાત પછી આ કૌભાંડનો ભોગ બનેલા લોકોને આર્થિક મદદ કરવા માટે તેમને કોલ મળી રહ્યા છે. આ કૌભાંડનો ભોગ બનેલા લોકો પૈકી ૮૦ લોકોનું જુલાઈથી અત્યાર સુધીમાં મૃત્યુ થયું છે.

હિમોફિલિયા સોસાયટી દ્વારા મોકલાયેલો એક પત્ર વડા પ્રધાનને સોપવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે આ કૌભાંડમાં બચી ગયેલા લોકોને આર્થિક વળતર અને હેલ્થકેરની સહાય અપાશે તો ગયા અઠવાડિયે સરકારે તેમની જે માફી માગી હતી તે સાર્થક ગણાશે.

સરકારે ઈન્ક્વાયરીને જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત બ્લડ પ્રોડક્ટ્સના ઉપયોગ વિશેની માહિતીને જે રીતે લેવામાં આવી હતી તે ખૂબ ખરાબ, ઢાંક પિછોડો અને તેમાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે સ્પષ્ટતાનો અભાવ હતો.


comments powered by Disqus