આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ તથા સલમાન ખાનની ‘બજરંગી ભાઇજાન’ને ચીનમાં ભારે સફળતા મળી હતી. ‘બાહુબલી-૨’એ જાપાનીઓને ઘેલા કર્યાં હતાં. હવે અહેવાલ છે કે અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ રશિયામાં રજૂ થવાની છે. નોંધનીય છે કે રશિયનો રાજ કપૂર અને તેમની ફિલ્મના દીવાના છે. ત્યાં મહત્તમ તેમની જ ફિલ્મો રજૂ થઇ છે. આ પહેલી વાર કોઇ અભિનેત્રીની અને મહિલાકેન્દ્રી ફિલ્મ રશિયામાં રજૂ થવા જઇ રહી છે. ફિલ્મ ‘પરી’ની અભિનેત્રી અને નિર્માત્રી અનુષ્કા શર્મા છે. અભિનેત્રી તરીકે અનુષ્કા વૈવિધ્યસભર ભૂમિકાઓ પસંદ કરે છે. આ જ રીતે તેણે ફિલ્મ નિર્માણ માટે પણ અનોખી અને મહિલાકેન્દ્રી હોય એવી કથાઓ જ સ્વીકારી છે.

