થોડા સમય અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મમેકર કરણ જોહર ઓશો રજનીશના જીવન પર ફિલ્મ બનાવવાના છે અને તેમાં અભિનેતા રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, પરંતુ હાલમાં સમાચાર છે કે આમિર ખાન ઓશોના પાત્રમાં હશે. હાલમાં આમિર ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. દરમિયાન તે પોતાના ટીવી શો ‘સત્યમેવ જયતે’ની આગામી સિઝનની તૈયારીમાં પણ વ્યસ્ત છે. એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા બનનારી ઓશો પરની ફિલ્મમાં તે રજનીશનું પાત્ર ભજવે એવી પણ શકયતા છે. આ પાત્ર ભજવ્યા બાદ તે પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મહાભારત’ પર કામ શરૂ કરશે.

