લંડનઃ મહિલાઓ પુરુષ સહકર્મી કરતા સ્ત્રી સહકર્મીઓ પ્રત્યે વધુ ક્રૂરતા અને વેરભાવ ધરાવતી હોવાનું યુનિવર્સિટી ઓફ એરિઝોનાની ટીમના અભ્યાસમાં જણાયુ હતું. મહિલા સહકર્મીની પ્રગતિને અન્ય મહિલાઓનું ક્વીન બી સિન્ડ્રોમ લક્ષ્ય બનાવે છે. કંપનીઓને અન્ય મહિલાકર્મીઓ દ્વારા ભોગ બનતી મહિલાઓ નોકરી છોડી દે તેવું જોખમ વધુ રહે છે. આ સિન્ડ્રોમનું તારણ ૧૯૭૩માં પહેલી વખત સાયકોલોજીકલ સ્ટડીઝમાં થયું હતું.
ટીમે મહિલાઓ અને પુરુષોને એક મહિનાના ગાળામાં થયેલા અસભ્યતાના અનુભવ વિશે પૂછતા જણાયું હતું કે સકારાત્મક અભિગમ અને વર્ચસ્વ ધરાવતી મહિલાઓને અન્ય મહિલાઓ દ્વારા લક્ષ્ય બનાવાઈ હતી.
યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેનેજમેન્ટ એલિસન ગેબ્રિયલે જણાવ્યું હતું કે કામકાજના સ્થળે પુરુષો કરતા મહિલાઓને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ, સંશોધકોએ આ સમસ્યા ક્યાંથી ઉદભવે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અભ્યાસમાં પુરુષો અને મહિલાઓને ઉતારી પાડતા, અપમાનજનક ટીપ્પણી કરતા મિટીંગમાં અવગણના કરતા સહકર્મીઓ વિશે સવાલ પૂછાયા હતા.
ગેબ્રિયલે જણાવ્યું હતું કે કાર્યસ્થળે થતી પારસ્પરિક પ્રક્રિયા કર્મચારીઓ માટે વધુ સકારાત્મક અને મદદરૂપ બને તો કંપનીમાં સકારાચ્મક અને તંદુરસ્ત વાતાવરણ ઉભું થાય જે કંપનીની જાળવણીમાં મદદરૂપ થાય.
