લંડનઃ લેબર પાર્ટીના વડા જેરેમી કોર્બીને તેમનું ફેસબુક પેજ ડિલીટ કરી દીધા બાદ તેમના પર એન્ટિસેમિટીઝમ સાથેના તેમના કથિત સંપર્કોને ચકાસણીમાં છૂપાવવાનો આરોપ છે. તે સેમિટિઝમ વિરોધી પોસ્ટ સાથેના પાંચ ફેસબુક ગ્રૂપના મેમ્બર હોવાનું બહાર આવ્યા બાદ સોમવારે તેમણે ફેસબુક પેજ ડિલીટ કરી દીધું હતું.
પોતાનું નામ ન આપવા ઈચ્છતા લેબર સાંસદે જણાવ્યું હતું કે આ પગલું દર્શાવે છે કે કોર્બીન કશુંક છૂપાવવા માગતા હતા. તેઓ એન્ટિસેમિટિઝમ સાથે સંકળાયેલા બીજા પૂરાવા પણ દૂર કરવા માગે છે.

