ખામીયુક્ત કેલ્ક્યુલેટરને લીધે હોમબાયર્સને ડિસ્કાઉન્ટ મળતું નથી

Saturday 07th April 2018 06:51 EDT
 
 

લંડનઃ સરકારના ખામીયુક્ત ઓનલાઈન કેલક્યુલેટર દ્વારા થતી ખોટી ગણતરીને લીધે મકાન ખરીદનાર પાસેથી વધુ પડતી સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત કરવામાં આવે છે. તેના લીધે લોકોને ૨ બિલિયન પાઉન્ડ જેટલી રકમનું રિપેમેન્ટ લેવાનું નીકળે તેવું બની શકે.

HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સની વેબસાઈટ પરનું સોફ્ટવેર સ્ટેમ્પ ડ્યૂટીમાં ડિસ્કાઉન્ટ મળી શકે તેવી ફાર્મલેન્ડ અથવા ‘ગ્રેની એનેક્સી’ને ગણતરીમાં જ લેતું નથી. ખરીદનાર વ્યક્તિની પ્રોપર્ટી સાથે કોમર્શિયલ બિલ્ડીંગ અથવા ફાર્મલેન્ડ આવેલી હોય તો તેની સ્ટેમ્પડ્યૂટીના ડિસ્કાઉન્ટની જોગવાઈ હોય છે.

લેસ્ટરશાયરમાં આવેલી સલાહકાર કંપની કોર્નરસ્ટોન ટેક્સએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લા ત્રણ મહિનામાં રિફન્ડ ક્લેઈમમાં ૪૦૦ ટકાના વધારાના કેસો માટે કામ કર્યું હતું કારણ કે સોલિસિટરો છેવટની ગણતરી કરવામાં ખામીયુક્ત સાધનનો ઉપયોગ કરતા હતા. HMRC દર મહિને આવા ૯૦૦ કેસની કાર્યવાહી કરતી હોવાનું તેમને જાણવા મળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે છ ટ્રાન્ઝેક્શનમાંથી એકમાં ખોટી ગણતરી થતી હતી અને


comments powered by Disqus