તરબૂચ આંખોને સ્વસ્થ બનાવે છે

Sunday 08th April 2018 06:56 EDT
 
 

ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, અને બજારમાં રસદાર મીઠાં તરબૂચ પણ આવી ચૂક્યા છે તો આવો જાણીએ તરબૂચના ગુણો તથા ફાયદાઓ વિશે...
• તરબૂચ સ્વાદિષ્ટ હોવાની સાથે, ગરમીની સિઝનમાં શરીરને ઠંડકનો અનુભવ થાય છે.
• તરબૂચમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાયબર અને વિટામિન-સી, એ અને બી ભરપૂર માત્રામાં રહેલા છે. આ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્ત્વપૂર્ણ ખનીજ તત્ત્વો તરબૂચમાં જોવા મળે છે. • તરબૂચમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને એમિનો એસિડ હોય છે, જે રક્તવાહિનીઓને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.
• તરબૂચમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોતું નથી, કેલેરીની માત્રા ઓછી હોય છે તથા સિટ્રાલીન નામનું તત્ત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખે છે. • તરબૂચમાં ૯૦ ટકા પાણીની માત્રા હોય છે, જેના કારણે તે ખાવાથી પેટ ભરેલું રહે છે. • તરબૂચમાં બીટા કેરોટીન નામનો સ્ત્રોત હોય છે, જે આંખોને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે તથા ઉંમર વધતા મોતિયા સંબંધી સમસ્યામાં રાહત આપે છે. • એસિડિટી રહેતી હોય અથવા પેટમાં બળતરાની સમસ્યા રહેતી હોય તેવી વ્યક્તિએ તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ પેટમાં ઠંડક કરવાનું કામ કરશે. • તરબૂચમાં વિટામિન-બી ૬ ઉચ્ચ માત્રામાં જોવા મળે છે જે મનને શાંત કરે છે. ચીડિયાપણું અને ડિપ્રેશનથી મુક્ત બનાવવામાં મદદ કરે છે.


comments powered by Disqus