ફિટનેસ માટે યામી ગૌતમનો પોલ ડાન્સ

Thursday 05th April 2018 07:05 EDT
 
 

યામી ગૌતમે ફિટનેસ માટે નવો રસ્તો અપનાવ્યો છે અને તે પોલ ડાન્સિંગથી શરીર મેઈન્ટેઈન રાખે છે. યામીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તાજેતરમાં વર્કઆઉટનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વિશે યામીએ કહ્યું હતું કે ‘ફિટનેસ અને ડાન્સ મને ખૂબ જ પસંદ છે અને એથી જ પોલ ડાન્સિંગનો આઇડિયા મને આવ્યો. ડાન્સ અને ફિટનેસ માટે પોલ ડાન્સિંગ ખૂબ જ શ્રેષ્ઠ છે અને મને એ કરવાની ખૂબ જ મજા પણ આવી રહી છે. પોલ ડાન્સનો ઉપયોગ હું ફિટનેસ માટે કરીશ એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. હું હાલમાં જે પોઝિશનમાં છું કે એમાં મને નવી-નવી બાબતો સાથે એક્સપરિમેન્ટ્સ કરવાનું યોગ્ય લાગે છે. મારા દિમાગમાં આ વિચાર કોઈએ જબરદસ્તીથી નહોતો નાંખ્યો, ફિટનેસ અને ડાન્સ મારું પેશન હોવાથી મને આ આઇડિયા આવ્યો છે.


comments powered by Disqus