સમાજનો મોટાભાગનો વર્ગ માંસાહારી હોય ત્યાં વેજિટેરિયન કૂકિંગ સ્કૂલ શરૂ કરવા માટે ઘણી સૂઝબૂઝ જરૂરી થઈ પડે છે. નીત નવુ કરવાની ઈચ્છા ધરાવતા એક શેફે તે કરી બતાવ્યું છે. સેન્ટ્રલ લંડનમાં એકપણ વેજિટેરિયન કૂકિંગ સ્કૂલ ન હતી તેવા સમયે જય મોરજારિયાએ કાર્નાબી સ્ટ્રીટમાં સૂત્ર કિચન શરૂ કર્યું છે. વિશિષ્ટ કહેવાય તેમ તેમણે તેમના કૂકિંગમાં જાપાનીઝ અને કોરિયન પદ્ધતિ સામેલ કરી છે.
તેમણે આ મીટ ફ્રી કૂકિંગ સ્કૂલ કેવી રીતે શરૂ કરી તે સમજાવતા જય મોરજારિયાએ જણાવ્યું હતું, ‘શાકાહારી અને બિનશાકાહારી બન્ને પ્રકારના લોકો કોઈક જગ્યાએ મીટ વિનાની રસોઈ બનાવવાનું શીખવા માગતા હતા તેવું મને લાગ્યું. મેં ટૂંકાગાળા માટે આ બિઝનેસ શરૂ કર્યો હતો. પણ તેમાં સફળતા મળી હતી અને મને વધુ બે વર્ષ તે ચલાવવા જણાવાયું હતું. છેવટે મેં લોકોના ઘરે જઈને શીખવવાનું શરૂ કર્યું. શીખવવા માટેનો આ અભિગમ વધુ વ્યક્તિગત હતો અને તે લોકપ્રિય થયો. મારા ક્લાયન્ટ્સને શેફને તેમના ઘરે જોઈને ખૂબ આનંદ થતો અને તેઓ ઘરના સ્લીપર્સ પહેરીને રસોઈ બનાવતા શીખ્યા.
જયે જે કાર્ય કર્યું છે તેનો સૌથી અગત્યનો ભાગ રેસ્ટોરાં તેમના મેનુ સુધારે તે હતો. તેઓ શેફને પણ શીખવાડે છે.
વધુ સ્વાસ્થ્યવર્ધક કેવી રીતે ખાવું તેવા પ્રશ્રના જવાબમાં જયે જણાવ્યું હતું કે તેઓ શેફ છે, ન્યૂટ્રિશનિસ્ટ નહીં. આપના ભોજનમાં સંતુલન રાખો. આપ વધુ વેજિટેરિયન ખાઓ. સંપર્ક. www.jaymorjaria.com @chefjaymorjaria
વધુ વિગત માટે જુઓ એશિયન વોઈસ તા.૩૧-૩-૧૮

