સામગ્રીઃ ફ્રોઝન વેજિટેબલ અને પોટેટો પેટીસ ૧ નંગ • ટોર્ટીલા ૧ નંગ • લેટ્યુસનાં પાન જરૂર મુજબ • સમારેલી ડુંગળી ૨૦ ગ્રામ • ટોમેટો મેયોનીઝ ૨૦ ગ્રામ
રીતઃ પેટીસને તળીને એક બાજુએ રાખો. ઠંડી થાય એટલે તેના ત્રણ ભાગ કરો. હવે ટોર્ટીલાને ધીમી આંચ પર ગરમ કરી લો. તેની ઉપર લેટ્યુસનાં પાન મૂકી ઉપર સમારેલી ડુંગળી ભભરાવો. તેની ઉપર પેટીસના ટુકડાં મૂકો. તેની ઉપર મેયોનીઝ લગાવીને તેને રોલમાં રેપ કરી લો. ગરમ ટોર્ટીલા રેપ કેચઅપ સાથે સર્વ કરો.
ટીપઃ વેજી રેપમાં પેટીસને બદલે માત્ર તમને ગમતાં શાકભાજી જેવાં કે લેટ્યુસ, ગાજર, કેપ્સીકમ, કાકડી, બીટ, સ્પ્રાઉટ્સ વગેરેનું ફિલીંગ પણ કરી શકો છો.

