અમેરિકન ટીવી સિરિઝ ‘ક્વાન્ટિકો’ના છેલ્લા ત્રણ એપિસોડના શૂટિંગ માટે આયર્લેન્ડ જતાં અગાઉ ચાર દિવસ માટે મુંબઇ રોકાયેલી પ્રિયંકા ચોપરાએ પરિવાર સાથે સમય પસાર કરવા સાથે કેટલીક ફિલ્મોની પટકથા વાંચી હતી. જોકે, તેણે કોઇ ફિલ્મ સાઇન કરી નથી પણ તેને ફિલ્મમેકર સોનાલી બોઝની ફિલ્મની પટકથા ગમી હતી. ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ અને ‘અમુ’ જેવી ફિલ્મો આપનારી સોનાલીની ફિલ્મો જરા હટકે હોય છે. આથી જ પ્રિયંકા તેની સાથે કામ કરવા ઉત્સુક હોઈ શકે અને તેની ફિલ્મ સાઈન કરી શકે એવા અહેવાલ છે.

