૩૦ વર્ષ પછી બે મસ્જિદને બ્રિટિશ વીરાસતનો દરજ્જો

Saturday 07th April 2018 07:26 EDT
 
 

 

લંડનઃ બે મસ્જિદ બ્રિટિશ વીરાસતના ભાગરૂપ હોવાની સત્તાવાર જાહેરાતને પગલે છેલ્લા ૩૦ કરતા વધુ વર્ષ પછી આ પ્રથમ વખત મસ્જિદોને ‘લિસ્ટેડ સ્ટેટસ’ અપાયું હતું. અત્યાર સુધી સરેમાં આવેલી શાહજહાં મસ્જિદ યાદીમાં સ્થાન મેળવનાર આ પ્રકારનું પ્રથમ બિલ્ડીંગ હતું. આ મસ્જિદની સ્થાપના ૧૮૮૯માં થઈ હતી અને ૧૯૮૪માં તેને ગ્રેડ IIનો દરજ્જો અપાયો હતો.

હવે રીજન્ટ્સ પાર્ક પાસે આવેલી અને ૧૯૭૮માં સ્થપાયેલી લંડન સેન્ટ્રલ મસ્જિદ અને સાઉથ લંડનમાં આવેલી અને ૧૯૨૬માં પૂર્ણ થયેલી એહમદી મસ્જિદ ફઝલ મસ્જિદને બીજા ક્રમનું સૌથી ઉંચુ રેંકિંગ ગ્રેડ II અપાશે. શાહજહાં મસ્જિદનું ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટે સુધારીને સૌથી ઉંચો ગ્રેડ Iઆપ્યો હતો.


comments powered by Disqus