એક સાથે ૩૨ લોકો સાથે વીડિયો કોલ

Wednesday 04th July 2018 07:06 EDT
 
 

સેક્રામેન્ટો (કેલિફોર્નિયા)ઃ વિવિધ ફીચર્સ, સિક્યુરિટી અને કેમેરાને લઇને સ્માર્ટ ફોન માર્કેટમાં સતત ચર્ચામાં રહેતો આઇફોન સમયાંતરે નવી અપડેટ્સ આપીને ટેક્નોલોજીની દુનિયામાં કંઇક નવું કરે છે. સાઇઝ, રિઝોલ્યુશન, લુક અને સ્પીડ જેવા ફંક્શનથી એપલ અન્ય ફોન કરતાં જુદો પડે છે. તાજેતરમાં એપલની ચાર દિવસીય ઈવેન્ટ WWDC-2018 કેલિફોર્નિયાના સેન જોસ વિસ્તારમાં મેકેનરી કન્વેનશન સેન્ટરમાં યોજાઇ હતી, જેમાં દુનિયાભરથી આવેલા આઇટી નિષ્ણાતોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે એપલના સીઈઓ ટીમ કૂકે કી-નોટ સ્પીચ આપતાં કહ્યું હતું કે, એપલની સાથે દુનિયાને બદલી રહ્યા છીએ. નવી ઓપરેટિંગ સિસ્ટમ ios૧૨, વોચ ios-૫ સિરીઝના નવા ફીચર્સ અને મેકબુકના અપડેટ લોન્ચ કરાયા છે. એપલના સીઈઓ ટીમ કૂકની ૧૦ મિનિટની સ્પીચ બાદ એપલના વાઇસ પ્રેસિડેન્ટ ક્રેગ ફેડરિગીએ આઇઓએસ-૧૨ની સત્તાવાર જાહેરાત કરી હતી. આઇઓએસ-૧૨ એ તમામ ડિવાઇસ માટે છે જે આઇઓએસ ૧૧ને સપોર્ટ કરે છે.
નવું શું છે?ઃ ઓપરેટિંગ સિસ્ટમ ૫ સાથે વોકી-ટોકી એપ્લિકેશન અને એપલ વોચ લોન્ચ કરાઇ છે. આકર્ષક ઈમોજી અને ૩૨ લોકો સાથે એક સાથે લાઈવ ગ્રૂપ ચેટનું ફેસ ટાઈમ ફીચર્સ પ્રથમ વખત લોન્ચ કરાયું છે. આ ઉપરાંત નવા લોન્ચ થયેલા આઇઓએસ-૧૨માં આઇઓએસ-૧૧ની સરખામણીમાં બેગણી ઝડપથી કેમેરા, કીપેડ, પ્રોસેસર કામ કરશે. આઇઓએસ-૧૧ની તુલનામાં નવો ફોન ખૂબ ફાસ્ટ રહેશે. ખાસ તો આઇઓએસ-૧૨માં એઆર ટેક્નોલોજી હશે. જે યૂઝર્સને વર્ચુઅલ વર્લ્ડમાં વાસ્તવિકતાનો અનુભવ કરાવશે.
આઇઓએસ-૧૨માં નવું ફીચર્સ એપ મેઝર રહેશે, જેનાથી માત્ર ફોટો ક્લિક કરીને કોઇ પણ ઓબ્જેક્ટના માપ કે સાઇઝમાં તેને સેટ કરી શકાશે. દા.ત. કોન્ટેક્ટ બુકમાં આઇકોન તરીકે ફોટો તથા ફૂલ વોલપેપર સાઇઝ ફોટો સેટ કરી શકાશે. આ ઉપરાંત મેક ઓએસ ડાર્ક મોડ ફીચર્સ ઉમેરાયું છે. આ એક એપ્લિકેશન છે જેને સીધા જ અપડેટ ડાઉનલોડ કરતા આ ફીચર મળશે. જેમાં ઈમોજી, સ્ટિકર અને તૈયાર ટેક્સ્ટનો ઉપયોગ સરળતાથી કરી શકાશે.


comments powered by Disqus