લંડનઃ જનનેન્દ્રિયને લગતી એક ઘટના એડિનબરાના મૂળ પાકિસ્તાની મોહમ્મદ આબાદ સાથે પણ ઘટી છે. જોકે, તેની ખામી જન્મજાત ન હતી. તેને છ વર્ષની વયે કારનો માર્ગ અકસ્માત થવાથી જનનેન્દ્રિય ગુમાવવી પડી હતી. તેને વર્ષ ૨૦૧૬માં જ ૭૦,૦૦૦ પાઉન્ડના ખર્ચ સાથે બાયોનિક પેનિસ લગાવાયું હતું. યુનુવર્સિટી કોલેજ લંડનના સર્જનોએ લિંગની રચના માટે તેના હાથમાંથી ત્વચા લીધી હતી. જોકે, ચાર વર્ષ લાંબી પ્રક્રિયામાં તેને કુલ ૧૨૧ ઓપરેશનમાંથી પસાર થવું પડ્યું હતુ. આશરે ૫૦ જેટલી યુવતીઓએ સમાગમની ઓફર કરવા છતાં, તેણે આખરે સેક્સ વર્કર સાથે સંબંધ થકી કૌમાર્યનો અંત આણ્યો હતો.જોકે, તે પણ પિતા કુદરતીપણે બની શકશે નહિ. અગાઉ તેણે લગ્ન કર્યા હતા પરંતુ, ૨૦૧૩માં તેમના છૂટાછેડા થયા હતા કારણકે બાળપણના અકસ્માતના કારણે પત્ની સાથે સમાગમમાં તકલીફ રહેતી હતી.

