લંડનઃ એલિઝાબેથ લાઈનના મેન્ટેનન્સ અને મોનિટરિંગ માટે ઉપયોગમાં લેવાનારી નવી સ્ટેટ-ઓફ-ધ-આર્ટ મેન્ટેનન્સ ટ્રેનનું યુરોપમાં ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. નવી રેલ મિલિંગ ટ્રેન અને બીસ્પોક મશીનરી એટેચમેન્ટ સાથેની બે મલ્ટિપર્પઝ એન્જિનિયરિંગ ટ્રેનની ડિલિવરી ડિસેમ્બરમાં એલિઝાબેથ લાઈનના પ્રાંરભ પહેલા કરાશે.
૪૮ મીટર લાંબી મિલિંગ ટ્રેન યુકેના રેલ ઈતિહાસમાં ઉપયોગમાં લેવાનારી આ પ્રકારની પ્રથમ ટ્રેન છે. તે ઈલેક્ટ્રોમેગ્નેટિક ક્રેક ડિટેક્શનના ઉપયોગથી રેલ લાઈનમાં કોઈ ક્ષતિ હશે તો તેને શોધી કાઢીને તેનું રિપેરિંગ કરશે. સ્ટેશનોનું નિર્માણકાર્ય પૂરું થયા પછી આ ટ્રેન મારફતે નવી રેલલાઈન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર્સ, સ્ટેશન ટ્રાન્સફોર્મર્સ અને અન્ય સાધનો એલિઝાબેથ લાઈનના સેન્ટ્રલ સેક્શનથી લઈ જવાશે.
પ્લાઝર યુકે દ્વારા અપાનારી આ બે મલ્ટિપર્પઝ એન્જિનિયરિંગ ટ્રેન જર્મનીમાં રોબેલ બહાનદાઉમેસ્ચિનન દ્વારા તૈયાર કરાઈ છે.

