લંડનઃ ડાયાબિટીસમાં વંશીયતાની ભૂમિકાની સમજના અભાવને લીધે હજારો દર્દીઓને ખોટા ટાઈપના ડાયાબિટીસના નિદાનનું જોખમ હોવાનું ઈમ્પિરિયલ કોલેજ હેલ્થકેર NHS ટ્રસ્ટનો ડો. શિવાની મિશ્રાએ જણાવ્યું હતું. ઈમ્પિરિયલ કોલેજ ખાતે ટાઈપ ૧ ડાયાબિટીસનું નિદાન કરાયેલા ૩,૨૬૪ લોકોના સંશોધનમાં તેમને ડાયાબિટીસ જ ન હોવાનું જણાયું હતું.
ડો. મિશ્રાએ ઉમેર્યું હતું કે આ રોગ ટાઈપ ૧, ટાઈપ ૨ કે વારસાગત છે તે નક્કી કરવામાં મુશ્કેલીને લીધે ઘણાં દર્દીઓને ખોટી સારવાર અપાઈ રહી હોય તેવું બની શકે. કેટલાક દર્દી તેમને ટાઈપ ૧ ડાયાબિટીસ થયો હોવાનું માનીને જાતે બિનજરૂરી ઈન્સ્યુલિન લેતા હશે. વધુ ચિંતાજનક તો એ છે કે ટાઈપ ૨ ડાયાબિટીસની ટેબ્લેટ લેનારા ટાઈપ ૧ ના દર્દી માટે જીવન જોખમાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે કારણ કે તે દવા તેમને જરૂરી ઈન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતી નથી.
ડો. મિશ્રાએ ૩૫ NHS ટ્રસ્ટના ૩૦થી વધુની વયના જે દર્દીઓનું નિદાન કરાયું તેમાંના ૫૮ ટકા ઈન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા ન હતા. તેનો અર્થ એ કે તેમને ટાઈપ ૧ ડાયાબિટીસ હતો.
૨૦ ટકા જેટલાને ટૂંકાગાળાનો ટાઈપ ૧ ડાયાબિટીસ હોઈ શકે અને બાકીના ૨૩ ટકાને ટાઈપ ૨ અથવા તો ભાગ્યેજ જોવા મળતો MODY ( મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ ધ યંગ) તરીકે જાણીતો જેનેટીક પ્રકારનો ડાયાબિટીસ હતો.
મેટાબોલિક મેડિસીનના કન્સલ્ટન્ટ ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે GP ઘણી વખત માની લે છે કે દર્દીને ટાઈપ ૨ ડાયાબિટીસ છે પરંતુ મારા ડેટા મુજબ ટાઈપ ૧ નાની વયે લોકોમાં જણાતો ટાઈપ ૧ ડાયાબિટીસ હજુ પણ વધુ સામાન્ય છે.
વંશીય લઘુમતિના લોકોમાં યુવા વયે થતો ડાયાબિટીસ ટાઈપ ૨ છે તેવું માની લેવું નહીં. તે ટાઈપ ૧ હોઈ શકે.
યુકેમાં ચાર મિલિયન લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેમાંથી રિસર્ચ ચેરિટી ડાયાબિટીસ યુકેના અંદાજ મુજબ ૨૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકોને MODY ડાયાબિટીસ હોવાનું અનુમાન છે. તેમાં દર્દીએ ઈન્સ્યુલિન ઈન્જેક્શન લેવાની જરૂર નથી.

