ટામેટાંના સેવનથી પિત્તજન્ય વિકાર મટે છે

હેલ્થ ટિપ્સ

Saturday 07th July 2018 06:44 EDT
 
 

ટામેટાંમાં ખનિજ ક્ષારો, લોહ, ફોસ્ફેટ, મેલિક એસિડ પણ છે. આંતરડાને એ વ્યવસ્થિત કરે છે. છ પ્રકારના વિટામિનો પૈકી પાંચ વિટામિનો ટામેટાંમાં છે. પાકા ટામેટાંમાં વિટામિન-એ, બી અને સી ઘણાં પ્રમાણમાં છે.
• ટામેટાંના રસ કે સૂપમાં સાકર મેળવીને પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે. • પાકા ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પીવડાવવાથી બાળકો નીરોગી, બળવાન અને તંદુરસ્ત બને છે. • પાકા ટામેટાંનો એક પ્યાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડામાં જામેલો સૂકો મળ છૂટો પડે છે અને જૂની કબજિયાત દૂર થાય છે. • પાકા ટામેટાંના તાજા રસમાં પાણી અને થોડું મધ મેળવી પીવાથી રક્તપિત્ત તથા લોહી વિકાર મટે છે. • ટામેટાંના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કૃમિરોગમાં ફાયદો થાય છે. • સવાર-સાંજ ટામેટાંના રસનું સેવન કરવાથી રતાંધળાપણમાં ફાયદો થાય છે. દૃષ્ટિ સ્વચ્છ થાય છે અને આંખનું તેજ વધે છે.


comments powered by Disqus