દરરોજ પેશન્ટ તપાસવાની સંખ્યા નક્કી કરવા GP ની માગણી

Saturday 07th July 2018 07:26 EDT
 
 

લંડનઃ ઘણાં GP એ દાવો કર્યો હતો કે દરરોજ દર્દીની તપાસ કરવાની સંખ્યા નક્કી કરવામાં નહીં આવે તો તેઓ પાગલ થઈ જશે. બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) એ ડોક્ટરોએ આપેલું સ્વીડનનું ઉદાહરણ ટાંકીને દરરોજ દર્દીઓને તપાસવાની સંખ્યા નિર્ધારિત કરવા જણાવ્યું હતું. સ્વીડનમાં ડોક્ટર દરરોજ ફક્ત ૧૫ દર્દીને જ તપાસે છે.

કેટલાંક GP એ જણાવ્યું હતું કે તેમને ઘણી વખત એક જ દિવસમાં ૭૦ દર્દીને તપાસવા પડે છે અને આ બાબત તેમના માટે કે દર્દીઓ માટે સલામત કહેવાય નહીં.

ગ્વેન્ટ એન્ડ સાઉથ પોવીસના ડો. સતીષ નારંગે બ્રાઈટનમાં મળેલી BMAકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મર્યાદા નિશ્ચિત નહીં કરવામાં આવે તો GP પાગલ થઈ જશે, તેમનું કામકાજ છોડી દેશે અને દેવાળિયા થઈ જશે.

અગાઉના સંશોધનમાં જણાયું હતું કે એક ડોક્ટર એક દિવસમાં સરેરાશ ૪૧ દર્દીની તપાસ કરે છે.

પરંતુ, આવા કન્સલ્ટેશનની મર્યાદા નક્કી કરવામાં આવશે તો દર્દીઓનો વેઈટીંગ ટાઈમ જે હાલ બે અઠવાડિયાનો છે તે ખૂબ વધી જશે. ૨૦૧૫થી વેઈટીંગ ટાઈમમાં ત્રણ દિવસનો વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં માત્ર ૧૩ દર્દી તપાસવાથી વેઈટીંગ લિસ્ટ છ અઠવાડિયા જ્યારે એક દિવસમાં ૨૫ દર્દીની તપાસ થાય તો વેઈટીંગ ટાઈમ ત્રણ સપ્તાહનો થશે.


comments powered by Disqus