ચાર દાયકા પહેલાં બનેલી શ્રીદેવીની સુપરહિટ ફિલ્મને સાઉથના નિર્માતાએ પ્રોડ્યુસ કરી હતી અને બોલિવૂડના દિગ્દર્શકે ડિરેકટ કરી હતી. આ ફિલ્મની રિમેક બનાવવા રાઇટ્સ ખરીદવાની તૈયારી ચાલે છે અને એ માટે દીપિકા પહેલી પસંદ છે. આ ફિલ્મમાં તેની સાથે ઇરફાનને સાઇન કરાયો છે. ઇરફાનને ન્યુરોએન્ડ્રોક્રાઇન નામની રેર બીમારી છે જેની ટ્રીટમેન્ટ તે લંડનમાં લઈ રહ્યો છે. ઇરફાન આ બીમારીમાંથી બહાર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. દીપિકાએ હાલમાં માત્ર માફિયા ક્વીન પર આધારિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘સપના દીદી’ જ સાઇન કરી છે. તેથી રિમેક તે સાઈન કરી શકે!

