પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને મળે ઝાઝો સમય નથી થયો, પરંતુ એકાદ વર્ષમાં અમેરિકન સિંગર-સોંગ રાઈટરે પ્રિયંકા ચોપરાના જીવનને ઘરમૂળથી બદલી નાખ્યું છે. પ્રિયંકાના મોહમાં નિક એવો તણાયો કે ૨૫ વર્ષનો આ સિંગર-એક્ટર ભારત આવવાના પ્રિયંકાના ઈજનને ટાળી ન શકયો. હવે શક્યતઃ ઓગસ્ટ મહિનામાં બંને સગાઈ કરવાના છે. અમેરિકાથી બંને વહેલી સવારે મુંબઈ એર પોર્ટ પર ઉતર્યા અને રાત્રે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સની એક લક્ઝરી રેસ્ટોરાંમાં મમ્મી મધુ ચોપરા સાથે દેખાયા. પછીના દિવસે પ્રિયંકાએ પોતાના સો કરોડના બંગલામાં હાઉસ વોર્મિંગ પાર્ટી રાખી હતી. એમાં પણ નિકી કેન્દ્ર સ્થાને હતો. એ પછીના દિવસે પ્રિયંકા ભાઈ સિદ્ધાર્થ, કઝીન પરિણિતી ચોપરાને લઈને ગોવા ઉપડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને શ્લોકા મહેતાની પ્રી એંગેજમેન્ટ પાર્ટીમાં પણ પ્રિયંકા નિક સાથે દેખાઈ હતી.

