બાળ બનવું બચ્ચાંના ખેલ નહીં!

Wednesday 04th July 2018 07:00 EDT
 
 

શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે પર બની રહેલી બાયોપિકમાં નવાઝુદ્દીન સિદ્દીકી બાળ ઠાકરેનું પાત્ર ભજવી રહ્યો છે. તાજેતરમાં નવાઝે જણાવ્યું કે, આ ફિલ્મમાં બાળ ઠાકરેની ભૂમિકા ભજવવાનો અનુભવ અલગ છે. એ જીવનભરનો અનુભવ બની રહેશે, પણ તેમનું પાત્ર ભજવવું એ મહેનત માગી લે છે. નવાઝે આ ફિલ્મમાં કામ કરવા માટે તારીખો અને શેડ્યુલમાં પણ ફેરફાર કર્યા હતા. એક સ્ટેટમેન્ટમાં તેણે કહ્યું હતું કે, બાળ ઠાકરે એક ટ્રાન્સપરન્ટ વ્યક્તિત્વ હતા. તેમણે સામાન્ય માણસને એમ્પાવર કરવાનો પ્રયાસ કર્યો હતો. એમની ભૂમિકા ભજવવી એ જોકે બચ્ચાંના ખેલ નથી.


comments powered by Disqus