બિગ બીનો ભારે મેકઅપથી છુટકારો

Sunday 08th July 2018 06:59 EDT
 
 

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં અમિતાભ બચ્ચન સુજોય ઘોષની ફિલ્મ ‘બદલા’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમણે હેવિ કોશચ્યુમ કે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવો નહીં પડે તેથી તેઓ ઘણા રિલેક્સ છે. તેમણે ટ્વિટર પર તાજેતરમાં ‘બદલા’ના શૂટના ફોટોગ્રાફ પણ શેર કરીને લખ્યું છે કે,  ‘પ્રોસ્થેટિક અને હેવિ કોશચ્યુમથી આઝાદી મળી. હમણાં લાઇફ ક્રિએટિવિટીની રહેશે. ૭૫ વર્ષના આ કલાકારે ૨૦૦૯માં આવેલી ‘પા’માં પ્રોજેરિયાથી પીડાતા ૧૨ વર્ષના બાળકની ભૂમિકા ભજવી હતી. આ માટે તેમણે પ્રોસ્થેટિક મેકઅપનો કરવો પડ્યો હતો. તાજેતરની ‘૧૦૨ નોટઆઉટ’માં તેમણે ૧૦૨ વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી એ માટે પણ હેવિ મેકઅપનો ઉપયોગ થયો હતો. આ સિવાય ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાં’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં પણ તેમણે હેવિ મેકઅપ અને હેવિ કોશચ્યુમનો ઉપયોગ કરવો પડ્યો છે. જોકે તેઓ પ્રોસ્થેટિક મેકઅપને ટોર્ચર ગણાવે છે.


comments powered by Disqus