લંડનઃ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી દ્વારા ઉજવાઇ રહેલા સદભાવ પર્વ અંતર્ગત તેમણે લંડનના ‘સેવ ધ ચિલ્ડ્રન ચેરીટી ટ્રસ્ટ'ને ૪૫ હજાર પાઉન્ડનો ચેક અનાથ બાળકોના લાભાર્થે આપ્યો હતો. ગ્રેટર લંડનના લોર્ડ - લેફટનન્ટ સર કેનેથ ઓલિસા OBEઆ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂ. આચાર્યના દર્શનનો લહાવો લીધો હતો. તેમણે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સેવાકીય પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી. ‘સેવ ધ ચિલ્ડ્રન ચેરિટી’ના ડિરેકટરે આ દાન બદલ સંસ્થાનો આભાર માન્યો હતો.

