વિશ્વની બેકાર ફિલ્મોની યાદીમાં નંખાઈ ‘રેસ થ્રી’

Wednesday 04th July 2018 07:00 EDT
 
 

અભિનેતા સલમાન ખાનની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ‘રેસ થ્રી’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ રહી છે. સલમાન ફેન્સને ઈદમાં આવેલી બોલિવૂડના ભાઈજાનની ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ એ આશાઓ ઠગારી નીવડી. ‘ટ્યૂબલાઈટ’ બાદ સલમાનની આ સતત બીજી ફિલ્મ પણ બોક્સઓફિસ પર કંઈ ઉકાળી શકી નથી. રિલીઝ બાદ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર ત્રણ દિવસમાં રૂ. ૧૦૦ કરોડની કમાણી કર્યા બાદ તેની રફતાર ધીમી પડી ગઈ હતી. બીજા સપ્તાહ અને ત્રીજા સપ્તાહમાં ફિલ્મની કમાણી માંડ રૂ. ૪૦ કરોડ સુધી પહોંચી. તેથી વિશ્વની સૌથી બેકાર ફિલ્મોની યાદીમાં ‘રેસ થ્રી’નો સમાવેશ કરાયો છે. ફિલ્મને મળેલા નેગેટિવ રિવ્યૂઝ અને ઇન્ટરનેટ ડેટા બેઝની માહિતીને આધારે દુનિયાની સૌથી ઓછી રેટેડ ફિલ્મોમાં મુકાઈ છે. આ અગાઉ ભારતની છ ફિલ્મો સૌથી બેકાર ફિલ્મોમાં સામેલ થઈ છે. જેમાં ‘રામગોપાલ વર્મા કી આગ’, ‘હિમ્મતવાલા’, ‘હમશકલ્સ’, ‘કયા કૂલ હૈ હમ થ્રી’, ‘તીસમારખાં’ અને ‘દ્રોણ’નો સમાવેશ થાય છે.


comments powered by Disqus