સંસ્થા સમાચાર તા. ૭-૭-૨૦૧૮

Tuesday 03rd July 2018 15:32 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૮-૦૭-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સાધુ વાસવાણી સેન્ટર, લીટલ લેમ્પ્સ નર્સરી બિલ્ડીંગ, ૨૫, ક્રીકલવુડ લેન, લંડન NW2 1HP ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર સાધુ વાસવાણી સેન્ટર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૦૭.૦૭.૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૦૮.૦૭.૧૮ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882253540
• VHP સાઉથ લંડન અને FISI (UK), ક્રોયડન ચેપ્ટર દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન, સંદેશ અને મિશન વિશે શ્રી રાહુલ સોલાપુરકરના પ્રવચનનું શુક્રવાર તા.૬.૭.૧૮ રાત્રે ૮થી ૯.૩૦ દરમિયાન VHP વિવેકાનંદ સેન્ટર, ૧૦, થોર્નટન રો, થોર્નટન હિથ સરે CR6 7JN ખાતે આયોજન કરાયું છે.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EEખાતે આયોજીત પૂ. સ્વામી આનંદગીરીની કથા ચાલી રહી છે જેનો લાભ રવિવાર તા.૮-૭-૧૮ સુધી દરરોજ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન લઈ શકાશે સંપર્ક. 020 8553 5471
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, શિવાજી હોલ, ૫૫, આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ IG1 1HN ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૮.૭.૧૮ બપોરે ૨ વાગે ‘હેલ્થ એન્ડ વેલબીઈંગ’ સેમિનાર તેમજ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન બોનમેરો ડોનેશન અભિયાન, બાદમાં હળવો નાસ્તો – શનિવાર તા.૧૪.૭.૧૮ VHP સેટર ડે ક્લાસીસ એન્ડ ઓફ ટર્મ ઈવેન્ટ સાંજે ૬થી ૮ કાર્યક્રમ અને રાત્રે ૮થી ૯ પ્રીતિ ભોજન. સંપર્ક. 020 8553 5471
• લંડન સેવાશ્રમ સંઘ દ્વારા ૧૯મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રવિવાર તા.૮.૭.૧૮ બપોરે ૧થી સાંજે ૫ દરમિયાન પ્રવચનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ‘ઓમ ડે ગ્લોબલ વિઝન ફોર યુનિટી એન્ડ પીસ’નું લંડન બુદ્ધિષ્ટ વિહાર, ધરમપાલા બિલ્ડીંગ, ધ એવન્યુ, ચીઝીક, લંડન W4 1UD ખાતે આયોજન કરાયું છે. વેજિટેરિયન નાસ્તાની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8743 9048
• બ્રહ્મા કુમારીઝ, ગ્લોબલ કો ઓપરેશન હાઉસ, ૬૫-૬૯ પાઉન્ડ લેન, લંડન NW10 2HH ખાતેના કાર્યક્રમો • મંગળવાર તા.૧૦.૭.૧૮, તા.૧૭.૭.૧૮ અને તા.૨૪.૭.૧૮ સાંજે ૭થી રાત્રે ૮.૪૫ ‘હાઉ ટુ ઓવરકમ એન્ગર’ વિષય પર મેગી પાર્લેનો કોર્સ - પ્રવેશ મફત • ગુરુવાર તા.૫.૭.૧૮ સાંજે ૭થી રાત્રે ૮.૩૦ દરમિયાન ‘અનડિવાઈડ યોર એટેન્શન’ વિષય પર વાસંતીબેન પટેલનું પ્રવચન - પ્રવેશ મફત - સંપર્ક. 020 8727 3350
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટનના ઉપક્રમે પૂ. અર્ચનાદીદીની શિવ મહાપુરાણ કથા શ્રી ક્રિષ્ના ટેમ્પલ, હાર્નેલ લેન, વેસ્ટ કોવેન્ટ્રી CV1 4FB ખાતે ચાલી રહી છે. જેનો લાભ શનિવાર તા.૦૭.૦૭.૧૮
સુધી લઈ શકાશે. સંપર્ક. 07811 282 977
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટનના ઉપક્રમે પૂ. અર્ચનાદીદી દ્વારા શ્રીમદ દેવી ભાગવત કથાનું શનિવાર તા.૧૪.૭.૧૮ થી રવિવાર તા.૨૧.૭.૧૮ દરમિયાન સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07877 213 780
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા ફન અને ફૂડ અને રમતગમત સાથે Summer BBQનું રવિવાર તા.૧૫.૦૭.૧૮ બપોરે ૨ વાગ્યાથી કિંગ્સબરી હાઈસ્કૂલ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પ્રિન્સેસ એવન્યુ, કિંગ્સબરી, લંડન NW9 9JR ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ ૧ હજાર લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. કાર્યક્રમ દરમિયાન મોટા સ્ક્રીન્સ પર ફીફા વર્લ્ડ કપ ફાઈનલની મેચ દર્શાવાશે. સંપર્ક. કમલેશભાઈ 07980 929 633
• બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા રવિવાર તા.૧૫.૭.૧૮ સવારે ૯થી બપોરે ૪ દરમિયાન સ્પોર્ટ્સ મેલા ૨૦૧૮નું સેન્ટ કેથરિન્સ એકેડમી, ન્યૂબાય રોડ, બોલ્ટન BL2 5JH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01204 238 018
• TLC ઈવેન્ટ્સ અને ગેલેક્સી શોઝ પ્રસ્તુત ‘લાઈવ કોન્સર્ટ - ઓસમાણ મીર, ધ પ્રાઈડ ઓફ ગુજરાત’. રવિવાર તા.૧૫.૭.૧૮ સાંજે ૬.૩૦ સ્થળઃ વોટફર્ડ કોલોઝિયમ, રિકમેન્સવર્થ રોડ, વોટફર્ડ WD17 3JN. સંપર્ક. પંકજ સોઢા 07985 222 186
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા શનિવાર તા.૨૧.૭.૧૮થી શુક્રવાર તા.૨૭.૭.૧૮ સુધી દરરોજ સવારે ૧૧.૩૦થી બપોરે ૪ દરમિયાન શ્રી રાજુભાઈ શાસ્ત્રીની શ્રીમદ ભાગવત કથાનું ૨૬ બી, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RJ ખાતે આયોજન કરાયું છે. દરરોજ હળવા નાસ્તાની અને છેલ્લા દિવસે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ઉમેશભાઈ અમીન 07956 254 274
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો
• સોમવાર તા.૯.૭.૧૮ સાંજે ૬.૧૫થી શુક્રવાર તા.૧૩.૭.૧૮ સુધી યુસુફ હુસેન ગોરીનું કેલિગ્રાફી પ્રદર્શન • બુધવાર તા.૧૧.૭.૧૮ સાંજે ૬.૩૦ સાયલી તલવલકર દ્વારા ‘ભાવ-રંગ’ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત • ગુરુવાર તા ૧૨.૭.૧૮ સાંજે ૬.૩૦ સંજુક્તા મિશ્રાનું ગાયન • શુક્રવાર તા.૧૩.૭.૧૮ સાંજે ૬.૩૦ ‘રિમેમ્બરીંગ ટાગોર’ બીથી પુરકાયસ્થા અને તનુશ્રી ગુહા. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૭.૭.૧૮ સાંજે ૬ ‘જલસા’ હિંદુસ્તાની, બંગાળી અને કર્ણાટકી સંગીત તથા કથક નૃત્ય
• શનિવાર તા.૧૪.૭.૧૮ સાંજે ૭.૩૦ ‘ત્રિગુણીતમ’ ઓડિસી નૃત્ય • શનિવાર તા.૧૪.૭.૧૮થી તા.૫.૮.૧૮ ભારતીય સંગીત અને નૃત્ય સમર સ્કૂલ સંપર્ક. 020 7381 3086
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૦૭-૦૭-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ, RG2 0FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775


comments powered by Disqus